સુરત : (Surat) સુરત પોલીસ (Police) દ્વારા સોલાપુરના ચકચારી મર્ડર કેસના (Solapur Murder Case) હત્યારાઓને ઝડપી (Arrest) પાડવામાં આવ્યા છે. આ મામલો રસપ્રદ બન્યો હતો. કેમ કે, આરોપીઓએ સોલાપુરના વૈરાગી પોલીસ સ્ટેશનને ફોન પર પકડી બતાવવાની ચેલેન્જ ફેંકી ધાકધમકી આપી હતી. સોલાપુર પોલીસે ત્વરિત ફોન ટ્રેસ કરતાં આરોપીઓ સુરત તરફ હોવાનું માલૂમ પડ્યું હતું. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને સોલાપુર પોલીસે જાણ કરતાં આરોપીઓ ત્વરિત પકડાઇ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ડુમસથી પકડી પાડવામાં આવ્યા હતા.
સોલાપુર ખાતે આવેલી વિઠ્ઠલ કામળેની ચપ્પલની દુકાનમાં ગત તા.2 એપ્રિલ, 2022ના રોજ સાડા ચાર વાગ્યાના અરસામાં મોહન હેકડે તેના સાથીદારો ઝુબેર શેખે, મિથુન સાળવે, અકીલ શેખ સાથે બેઠો હતો. તેમાં હેકડેને સોનાનું બ્રેસલેટ વેચવા માટે આપ્યું હતું તેનાં નાણાં હેકડે આપતો ન હતો. દરમિયાન સમાધાન માટે બેસેલા સચિન મહાદેવ પવારે આ લોકોને લડાઇ ન કરવા માટે ચીમકી આપી હતી. લડાઇ કરી તો પોલીસને જાણ કરી તોડી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન ધમકીથી ઉશ્કેરાયેલા આ તમામ આરોપીઓએ ભેગા થઇ સચિન પર લાકડાનો ફટકો મારી તેને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. દરમિયાન સચિનની પંદર હજારની બાઇક લઇ તેઓ સ્થળ પરથી પલાયન થઇ ગયા હતા.
ડુમસથી સોલાપુર પોલીસને ધમકી આપવાનું આરોપીઓને ભારે પડી ગયું
આ મામલે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, ડુમસથી આ તમામ આરોપીઓએ સોલાપુર ખાતે તેઓના પોસ્ટલ પોલીસે લગાડતાં તેઓએ સોલાપુર પોલીસ સ્ટેશનના પીઆઇને ધમકી આપી હતી. આ ધમકી તેઓએ ડુમસથી એક મજૂરનો ફોન પડાવી લઇને આપી હતી. આ મામલે સોલાપુર પોલીસને લોકેશન સુરતની ટ્રેસ કરતાં તેઓએ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે ત્વરિત એક્શનમાં આવતાં 3 આરોપી ડુમસથી પકડાયા હતા.
પકડાયેલા આરોપીઓ
(1) ઝુબેર ઐયુબ શેખ (ઉં.વ.20) (રહે.,નુરાની મસ્જિદની ગલી, તા.વડવણી, જિ.બીડ), (2) મિથુન દાદારાવ સાળવે (ઉં.વ.20) (ધંધો-ડ્રાઇવિંગ) (રહે.,પંચશીલનગર, વડોલી), (3) અકીલ ઉર્ફે હૈદરઅલી શેખ (ઉં.વ.23) (રહે.,પંચશીલનગર બસ સ્ટેન્ડની પાસે, વડોલી)