ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં ગૌમાંસ સાથે ઝડપાયેલા એક આરોપીએ બુધવાર ની રાત્રી એ ચાદર વડે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની ગંભીરતાને લઇને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે બે દિવસ પહેલા ગૌમાંસ ની હેરાફેરી ના ગુન્હામાં કેટલાક આરોપીઓ ની પોલીસે ધરપકડ કરી હતી.ત્યારે આ બનાવ ના એક આરોપી કાસીમ અબ્દુલ્લા હયાત(રહે.ઇદગાહ મહોલ્લા,ઉઝેર મસ્જિદ પાસે,ગોધરા) નામના આરોપી એ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં બુધવારની રાત્રીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ લીધાનો બનાવ બનવા પામ્યો છે.
પોલીસ મથકની કસ્ટડીમાં જ આરોપીએ ચાદર વડે ફાસો ખાઈ લેતા સમગ્ર ગોધરા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.ત્યારે આ બનાવ ને લઈ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિત અન્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યો હતો. બનાવનની ગંભીરતા જોઈને પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે મરણ ગયેલ આરોપી કાસીમ હયાતના પરીવારજનો સહિત તેમના સગાસંબંધીઓ ને બનાવની જાણ થતા પોલીસ મથક આવી ગયા હતા.
કસ્ટડીમાં આરોપીનું મોત થવાથી પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી.હાલ તો આ બનેલા બનાવમાં પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મથક ખાતે બનેલ આ ઘટના બાદ દિવસે અને રાત્રી એ પણ આ વિસ્તાર સહિત પોલીસ મથક ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.જ્યારે બીજી તરફ રહસ્ય મોતની યોગ્ય તપાસની માંગ આરોપીના પરીવારજનો દ્વારા માંગ ઉઠી છે.