આદિમ જૂથોના આવાસ બનાવવા 1.20 લાખની સહાય

ગાંધીનગર: વિધાનસભામાં આદિમ જૂથોના આવાસ બનાવવા સહાય અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં (Answer) આદિજાતિ વિકાસ રાજયમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, વ્યક્તિગત આવાસ માટે આદિજાતિના અતિ પછાત એવા આદિમ જૂથોના લાભાર્થીને રૂ. ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે.

આદિમ જૂથોના લોકોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં-૨૦૨૦-૨૧માં રૂ ૧૬.૫૦ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૨૦ કરોડ, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૫.૫૩ કરોડ જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૬.૮૩ કરોડની સહાય કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં આદિમ જૂથમાં કોટવાળિયા, કથોડી, કોલગા, સિદ્દી અને થરાર એમ કુલ પાંચ જાતિઓનો સમાવેશ થાય છે. ગુજરાતના ૧૯ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં ૬૫૭ ગામોમાં અંદાજે ૧.૨૪ લાખથી વધુ આદિમ જૂથના લોકો વસવાટ કરે છે. જેમાં સૌથી વધુ ૪૭,૦૦૦ કોલગા અને સૌથી ઓછા ૧૦,૯૯૯ સિદ્દી જાતિના લોકો વસવાટ કરે છે.

Most Popular

To Top