Charchapatra

એકસપ્રેસ હાઈવે પર અકસ્માત

ભાડાનાં વાહનમાં ઠાંસી ઠાંસીને મુસાફરો ભરવા ઉપરાંત બેફામ ગતિથી વાહન હકારવું અને ખોટી બાજુએથી વાહન ઓવરટેઇક કરવું, વગેરે તદ્દન સામાન્ય થઇ પડયું છે. કોઇ હાઈવે પર વાહન પોતાની લેનમાં ચાલતું હોતું નથી અને પાછળનાં વાહનને સાઈડ અપાતી ન હોવાથી રોંગ સાઈડ ઓવરટેક પણ કયારેક કરવું પડે છે. મોટી દુર્ઘટના બને અને છતાં તંત્ર બેધ્યાન રહે તે મોટી કમનસીબીછે. એકસપ્રેસ તેમ જ અન્ય માર્ગો પર આવી નાની મોટી દુર્ઘટના પણે રોજીંદા જીવનનો ભાગ બની ગયેલ હોય તેમ હળવાશથી જોવામાં આવે છે. નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવતી હોવા છતાં નથી પ્રજા કે નથી સરકાર કોઇ બોધપાઠ તેમાંથી લેતી જણાતી નથી. લોકોના જીવ બચાવવા માટે ગુજરાતમાં વલસાડથી લઇ પોરબંદર અને રાજસ્થાન સરહદ તેમજ કચ્છ નારાયણ સરોવર સુધીના તમામ રસ્તાઓ પર ઠેરઠેર અકસ્માત સહાય કેન્દ્રો ઉભા કરવા જોઈએ.
પાલનપુર   – અશ્વિનકુમાર ન. કારીયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તો આવું છે
ગાયે હજુ દૂધ પણ આપ્યું નથી અને ઘમંડિયા ગઠબંધનવાળાઓ ઘી માટે લડાલડી કરી રહ્યા છે. એવી શાબ્દિક ધોલાઈ કરવી, નવી સરકારના મંત્રીમંડળની રચના ટાંકણે ટોચના નેતા યા મોવડીમંડળને ભીંસમાં લેવા મહત્ત્વના મંત્રાલયમાં રસ હોવાના મમરા મૂકવા, બહુમતી હિન્દુઓના દેશમાં હિન્દુઓને હાંસિયામાં ધકેલવાનો તથા બંધારણમાં ધર્મના આધારે અનામત આપવાનો મનસૂબો ધરાવનારા વોટ જેહાદીઓ પર માછલાં ધોવા, ગરીબોના વિકાસના પૈસા રોકીને પ્રચાર પર ખર્ચ કરતાં રહેવું એ મહાપાપ છે. એવું સોશ્યલ મિડિયા મારફત પ્રચારવું તથા મુગલ બાદશાહ ઔરંગઝેબનો આત્મા વિપક્ષી પાર્ટીની અંદર પ્રવેશી ચૂક્યો છે. એમ યેનકેન પ્રકારે ઠસાવવું આદિ કરતૂતો, તાયફાઓ, તરકટો સાંપ્રત ભારતના રાજકારણમાં દૃષ્ટિગોચર થાય છે.
અમદાવાદ         -જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top