Gujarat

ટ્રક અને ટ્રેલર વચ્ચે ઈકો કારનો ભુક્કો બોલી ગયો, મૃતદેહોને બહાર કાઢવા પતરાં કાપવા પડ્યા: પાલનપુર નજીક ગમખ્વાર અકસ્માત

પાલનપુર પાસે હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, ચારને ઈજા: અકસ્માતને લાઈવ જોનારા ધ્રુજી ઉઠ્યા
પાલનપુર : ગુજરાતના પાલનપુર (Palanpur accident) નજીક આવેલા આ હાઈવે પર આજે હચમચાવી દેનારો અકસ્માત થયો છે. અહીં એક ટ્રક (Truck) અને એક ટ્રેલરની (Trailer) વચ્ચે ઈકો કાર (Eco car) કચડાઈ ગઈ હતી, જેના લીધે એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ટ્રક્ અને ટ્રેલર વચ્ચે કચડાઈ જવાના લીધે ઈકો કારનું પડીકું વળી ગયું હતું. કારમાંથી ઈજાગ્રસ્તો અને મૃતકોને કાઢવા માટે પતરાં કાપવા પડ્યા હતા. અકસ્માતને લાઈવ જોનારા ધ્રુજી ઉઠ્યા હતા. આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે 4ને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર પાસે આવેલા અમીરગઢ હાઈવે (Amirgadh highway) પર આજે ભયંકર અકસ્માત થયો હતો. ટ્રક અને ટ્રેલર વચ્ચે ઈકો કારના ભૂક્કા બોલી ગયા હતા. નેશનલ હાઈવે પર ભડથ પાટીયા પાસે આ અકસ્માત થયો છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક લોકો, રાહદારી અને વાહનચાલકો ઈજાગ્રસ્તોની મદદ માટે દોડી ગયા હતા. આ ઉપરાંત ટ્રાફિક ડાયવર્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. ટ્રાફિક નિયત્રંણ કરાવ્યું હતું. ઈજાગ્રસ્તો અને મૃતદેહોને કારના પતરાં કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. કારની આગળથી પાછળ સુધી સીટ, કાચ બધું જ તૂટીફૂટી ગયું હતું. કારનું પડીકું વળી ગયું હતું તો બીજી તરફ ટ્રેલરનો એક બાજુનો ભાગ દબાઈ ગયો હતો.

વહેલી સવારે થયેલા આ અકસ્માતના લીધે ભારે ટ્રાફિક જામ થયો હતો. કારમાં કોણ હતું અને કાર કઈ તરફ જઈ રહી હતી તે કોઈ વિગતો મળી નથી. મૃતદેહો અમીરગઢ રેફરેલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

Most Popular

To Top