વડોદરા: મહીસાગર જીલ્લામાં લુણાવાડા કંકા તળાવથી મલેકપૂર જવાના માર્ગ પર અરીઠા ગામ પાસે ટેમ્પોમાં પાઘડીના પ્રસંગમાં જઈ રહેલા માણસોને સામેથી આવતી કાર સાથે અથડાતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો જેમાં ૪૨ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ૫ ઇસમોના ઘટના સ્થળે મોત થયા હતા જયારે એક ઇસમનું ગોધરા સારવાર અર્થે લઈ જતાં મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જયારે વધુ ઈજાઓ પામેલા ૧૯ ઇસમોને બીજી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા હતા.
બનાવની પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢા ગામેથી સાતતલાવ ખાતે પાઘડીના પ્રસંગે ટેમ્પોમાં જઈ રહેલા ઇસમોને સામેથી આવતી કારની ટક્કર વાગતા ટેમ્પો ત્રણથી ચાર પલટી ખાઈ ગયો હતો જેમાં ૪૨ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે ઈજાગ્રસ્તોને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયારે ઈજાગ્રસ્તોમાંથી ૫ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા કેટલાક દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગોધરા તેમજ મોડાસા અને લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ૧૯ જેટલા લોકોને રીફર કરવામાં આવ્યા હતા.
જયારે ૧૪ લોકોને કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પંચમહાલ સાંસદ, લુણાવાડા ધારાસભ્ય,હોમગાર્ડ કમાન્ડર,લુણાવાડા શહેર પ્રમુખ સહિત સામાજીક કાર્યકરો કોટેજ હોસ્પિટલ ખાતે પહોચી જઇને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી લુણાવાડાના ઘારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ધ્વારા મરણ પામેલા અને તમામ ઈજાગ્રસ્તોના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવાની માંગ કરી હતી.
અકસ્માત થતાં મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી
લુણાવાડા તરફથી આવતી મારૂતિ અને ટેમ્પો સામ સામે ટકરાતાં જેમાં ટેમ્પો પલ્ટી ખાતાં સ્થળ પર 8 લોકો ના કમકમાટીભર્યા મોતૈ નિપજયા હતા.અને 10 થી 15 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.જેને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલ વિનાયક હોસ્પિટલ સહિતની શહેર ની અલગ અલગ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.ઘટના સ્થળે 5 જેટલી 108 વાન બોલાવાઈ હતી.તેમજ લુણાવાડા પોલીસ,LCB ,SOG સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. LCB અને ACB ની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પી એમ અર્થે ખસેડવાની સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ગોધરા ખસેડવામાં આવ્યા હતાં FSL દ્વારા ઘટનાની ફોરન્સિક દ્વારા તપાસ હાથ ધરાશે ઘટનામાં નાના બાળકો સહિત લોકોને ઈજા પહોંચી છે.જ્યા હોસ્પિટલમાં જ પરિવારો દ્વારા ઘટનાને આક્રંદ કરવામાં આવી રહ્યો હતો હાલ જીલ્લા પોલીસ વડા અને ભાજપના અગ્રણી નેતાઓને અકસ્માતની જાણ થતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
શિક્ષણમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
મહીસાગર જિલ્લાના લુણાવાડાના અરીઠા ગામ પાસે ગમખવાર માર્ગ અકસ્માતની જાણ થતાં રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી તેમજ સંતરામપુર તાલુકાનાં ધારાસભ્ય ડૉ.પ્રો. કુબેર ડિંડોરે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપી તેમજ જિલ્લાના વહીવટીતંત્રને ઝડપી સંભવિત પૂરતી મદદ કરવા સૂચના આપી હતી.