સુરત: સુરત (Surat) વઘઇના ચારણવાડા રોડ ઉપર બસ (Bus) અને પિકઅપ વાન (Pickup Van) વચ્ચે આજે શનિવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાતા 20થી વધુ મજૂરો ગંભીર રીતે ઘવાયા (Injured) હતા. જોકે ઘટના ના ખૂબ ઓછા સમયમાં 108ની મદદથી તમામ ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ (Hospital) લઇ જવાતા તમામ ને દાખલ કરી દેવાયા છે. ઇજાગ્રસ્ત મજૂરોના સંબંધીઓ એ જણાવ્યું હતું કે રોડ ક્રોસ કરતા પિકઅપ વાન ને મુસાફરો ભરેલી બસે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તેલ (Oil) કાઢવાની મજૂરી કામે થી ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે 108ની કામગીરી પ્રસંશનીય હતી. ઘટના ઘટતા જ ખૂબ ઓછા સમયમાં અનેક એમ્બ્યુલસ પણ સ્થળ પર દોડી આવી હતી. બે બાળકો, 10 થી વધુ મહિલાઓ સહિત 18-20 જેટલા મજૂરોને તાત્કાલિક સારવાર મળી રહેતા તમામને બચાવી લેવાયા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તો વાંસદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બસ આહવા-અમદાવાદ તરફ જતી હતી. અકસ્માત બાદ બસમાંથી ચીચયારીઓ સંભળાય રહી હતી. બસના મુસાફરો હેબતાઈ ગયા હતા અને દોડીને બસની બહાર નીકળી ગયા હતા. પિકઅપ વાનનાં મુસાફરો લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા જોઈ કેટલાક મુસાફરો મદદે દોડી આવ્યા હતા. આ દુર્ઘટના માં બસના ચાલકને પણ ઇજા થઇ હતી.
તમામ મજૂરો વ્યારા-દોલવણના આમોનિયા ગામના રહેવાસી હતા. વાંસદા મહુડાની ડોળીના ફળ માંથી તેલ કાઢવાની મજૂરી કામે આવ્યાં હતા. કેટલાક મજૂરોતો પરિવાર સાથે આવ્યા હતા. ઘટનાની જાણ બાદ મજૂરોના સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. 108ની વાંસદા, લીમઝર, મહુવાસ, અનાવલ, પ્રતાપનગર ની એમ્બ્યુલનસ ના EMT અને પાયલોટ ની કામગીરી ને ઇજાગ્રસ્તો અને એમના પરિવારજનોએ વધાવી આભાર વ્યક્ત કર્યો હતો.
રાજેશભાઇ પટેલ (પાયલોટ, 108 વાંસદા) એ જણાવ્યું હતું કે ચારણવાડા રોડ ઉપર પેટ્રોલ ભરાવી ને લોકેશન પર પરત ફરતા જ અકસ્માત જોયો હતો, રોડ ઉપર ઇજાગ્રસ્તો ને જોઈ તાત્કાલિક ફરજના ભાગ રૂપે હેડ કવાટર્સ ફોન કરી આજુબાજુના લોકેશનની એમ્બ્યુલન્સ મોકલવા વિનંતી કરી હતી. ગણતરીના સમયમાં EMT ચિંતના ગામી એ તમામ ને પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ પહોંચાડવામાં સફળ થયા હતા. રસ્તામાંથી EMT ચિંતના ગામીએ વાંસદા હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ને ઘટનાની જાણ કરી એલર્ટ રહેવા અનુરોધ કર્યો હતો. અમારા ઉપરી અધિકારીઓ પર હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ તમામ ની તબિયત સારી હોવાનું અને ત્રણ દર્દી ને લગભગ રીફર કરાય એમ કહી શકાય છે. 108ની ટ્રેનિગમાં મળેલો અભ્યાસ આવા મેજર કોલ માં કામ આવે છે. તમામ દર્દી અને એમના પરિવારે કરેલો આભાર વ્યક્ત એજ અમારું મૂલ્ય છે.
ઈજાગ્રસ્તોના નામ
- નિરુબેન કનુભાઈ ઉ.વ. 53 રહે, આમોનિયા ગામ
- ગમુ કનુભાઈ કોકણી ઉ.વ. 40 રહે, આમોનિયા ગામ
- સાયજીબેન ધીરુભાઈ ઉ.વ. 60 રહે, આમોનિયા ગામ
- રૂપલબેન સરોજભાઈ ઉ.વ. 17 રહે, આમોનિયા ગામ
- રમીલાબેન અશ્વિનભાઈ ઉ.વ. 45 રહે, આમોનિયા ગામ
- મહિમાબેન કોકણી ઉ.વ. 17 રહે, આમોનિયા ગામ
- રકુબેન સંતુભાઈ કોકણી ઉ.વ. 45 રહે, આમોનિયા ગામ
- ઈશ્વર પોસળિયા ઉ.વ. 45 રહે, આમોનિયા ગામ
- લષ્મીબેન શૈલેષભાઇ પવાર ઉ.વ. 25 રહે, આમોનિયા ગામ
- શૈલેષ મગન ભીલ ઉ.વ. 25 રહે, આમોનિયા ગામ
- કનુભાઈ દેવું કોકણી ઉ.વ. 50 રહે, આમોનિયા ગામ
- સુરેશ મગન ઉ.વ. 40 રહે, આમોનિયા ગામ
- પ્રવીણા બેન નરેન્દ્રભાઈ કોકણી ઉ.વ. 12 રહે, આમોનિયા ગામ
- હીનાબેન મુકેશભાઈ કોકણી ઉ.વ. 38 રહે, આમોનિયા ગામ
- ખુસીબેન સંદીપભાઈ કોકણી ઉ.વ. 5 રહે, આમોનિયા ગામ
- જયવંતી કાળછું કોકણી ઉ.વ. 50 રહે, આમોનિયા ગામ
- તેજલબેન ગમજુભાઈ કોકણી ઉ.વ. 40 રહે, આમોનિયા ગામ
- મહિમાબેન અશ્વિનભાઈ કોકણી ઉ.વ. 22 રહે, આમોનિયા ગામ
- ફુલુબેન ઈશ્વરભાઈ કોકણી ઉ.વ. 40 રહે આમોનિયા ગામ
- એન્જલ સંદીપ કોકણી ઉ.વ. 5 રહે આમોનિયા ગામ