અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. આણંદના વાસદ પાસે બ્રિજની કામગીરી દરમિયાન ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા હતા. શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. જેમાં ત્રણ મજૂરોના મોત થયા છે. જ્યારે એક સારવાર હેઠળ જેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાને લઈ એસપી. ડીવાયએસપી, મામલતદાર સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેબલ ક્રેન અને જેસીબીની મદદથી ક્રોંકીટ બ્લોક હટાવવામાં આવ્યા હતા.
આણંદનાં વાસદ પાસે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના મામલે ત્રણ કામદારનાં મોત નિપજ્યા હતા. એક મજૂરને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હજુ કેટલાક કામદારો દબાયા તે અંગે અસમંજસ છે. 3 જેટલા કામદારો ક્રોકીટનાં બ્લોક નીચે દબાયા હતા જેઓના મોત થયા છે. મોટા પિલ્લરને વજન આપીને ફાઉન્ડેશન મજબૂત કરવામાં આવી રહ્યું હતું. ગર્ડર મુકવામાં આવી રહી હતી જે ખસી જતા દુર્ઘટનાં સર્જાઈ હતી.
ઘટનાને પગલે આણંદ જિલ્લા પોલીસ અધીક્ષક જી.જી. જસાણી, નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ, વાસદ પોલીસની ટીમ તેમજ આણંદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બીજી બાજુ બુલેટ ટ્રેનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત રાજ્યમાંથી પસાર થતા તમામ બ્રિજનું કામ પુર્ણ થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે જેના નિર્માણમાં જાપાન સરકાર પણ મદદ કરી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરના અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે.
બુલેટ ટ્રેનના 12 બ્રિજનું નિર્માણ પૂર્ણ થયું છે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ માહિતી આપતા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ જણાવ્યું છે કે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબો પુલ તાજેતરમાં પૂર્ણ થયો છે. આ સાથે 12 બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે.
આ ટ્રેક 508 કિલોમીટર લાંબો છે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટમાં ગુજરાતનો 352 કિમી અને મહારાષ્ટ્રનો 156 કિમીનો સમાવેશ થાય છે. મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ અને સાબરમતી એમ કુલ 12 સ્ટેશન બનાવવાની યોજના છે.