Gujarat

સંબંધીની ખબર અંતર પૂછવા જતાં પરિવારને નડ્યો અકસ્માત, 2નાં મોત

ગાંધીનગર: સંબંધીની ખબર અંતર પૂછવા હોસ્પિટલ (Hospital) જનાર પરિવારને અકસ્માત (Accident) નડયો હતો. સંબંધીની ખબર જોવા બાલાસિનોર લકવાની હોસ્પિટલમાં ગયેલા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામના વાલ્મિકી પરિવારને પરત ફરતા મોડી રાત્રે ઘોઘંબા પાસે અકસ્માત નડતા બેના મોત (Death) નિપજ્યા છે. જ્યારે સાત ઘાયલોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેની સ્થિતિ ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામના વાલ્મિકી સમાજના કેટલાક લોકો ઇકો કાર અને વેગેનાર ગાડીઓ લઈને ગત રોજ બાલાસિનોર લાકવાની હોસ્પિટલમાં કુટુંબીજનની ખબર અંતર જોવા માટે ગયા હતા. રાત્રે પરત ફરતા સમયે ઘોઘંબા નજીક રવેરી ચોકડી પાસે તેઓની બે ગાડી પૈકી આગળ જઈ રહેલી ઇકો કારને સામેથી આવતી લક્ઝરી ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયાં હતા તેમજ સાત ધાયલને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં.

જાણકારી મુજબ મુવાડા ગામના રાયશીંગ દિનભાઈને લકવાની અસર થઈ જતા પાંચ દિવસથી સારવાર માટે બાલાસિનોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારના રોજ તેઓના કુટુંબીજનો ગત રોજ તેઓની ખબર જોવા માટે મુવાડાથી બાલાસિનોર ગાડીઓ લઈને ગયા હતા. રાત્રે એક વાગ્યાના અરસામાં તેઓની ઇકો કારને અકસ્માત થતા કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જે તમામને ખાનગી ગાડીમાં અને 108 મારફતે રાત્રે બે વાગ્યે હાલોલ રેફરલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ચંદુભાઈ સાબુડાભાઈ હરીજન અને શંકરભાઈ દીનાભાઇ હરીજનનું મોત થયું હતું, જ્યારે મનોજ શંકરભાઈ સોલંકી અને નીતિન લક્ષ્મણભાઈ સોલંકીને વધુ સારવાર માટે હાલોલથી વદોડરા વઘુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. લક્ષ્મણ શનભાઈ સોલંકી, કૌશિક નટુભાઈ ચૌહાણ, સુરેશ મનુભાઈ સોલંકી, મિતુલ રાજેશભાઇ મોઇડિયા, ભરત શનભાઈ મોઇડિયાને નાનીમોટી ઇજાઓ થઈ હતી.

Most Popular

To Top