National

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડ માર્ગ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો, ગાડી ખાડીમાં ખાબકતા 8નાં કરુણ મોત

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કિશ્તવાડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત (Death) થયા હોવાની જાણકારી મળી આવી છે. જીલ્લાના બોંડા ગામ પાસે એક ટાટા સુમો વાહન ઊંડી ખીણમાં પડી ગયું હતું જેમાં 8 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે કિશ્તવાડ જિલ્લામાં ટાટા સુમો રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ લોકોના ધટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા અને ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા.

આ અકસ્માત બુન્દા ચતરુ ચાંગા પાસે થયો હતો જ્યારે ખાનગી ટેક્સી વાહનના ડ્રાઈવરે વાહન પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો ગતો. મળતી માહિતી મુજબ પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે બે અન્ય લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સ્થાનિક લોકો, પોલીસ અને સેના સહિત બચાવકર્મીઓ અન્ય પાંચ લોકોને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ મામલે કેસ પણ નોંધવામાં આવી રહ્યો છે.

બીજી તરફ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહે આ દુર્ઘટના વિશે જણાવ્યું કે તાજેતરમાં જ તેમણે ડીસી ડૉ. દેવાંશ યાદવ સાથે વાત કરી હતી. તેમણે ચત્રુમાં એક દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે જણાવ્યું, જેમાં આઠ લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરૂમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોત વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. હું આ દુ:ખદ અકસ્માતના પીડિતો માટે પ્રાર્થના કરું છું. તેમજ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યકત કરુ છું.

Most Popular

To Top