Vadodara

ટ્રક અને તુફાન વચ્ચે અકસ્માત : 3 મોત

વડોદરા: મધ્યપ્રદેશ અલીરાજપુરના પુનિયાવા ગામનો શ્રમિક પરિવાર પેટિયું રળવા મોરબી ખાતે જઈ રહ્યા હતા.જ્યાં એક્સપ્રેસ હાઈવે ઉપર શ્રમજીવી પરિવારના 19 સભ્યોની ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.દોડકા ગામ પાસે વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે ઉપર બ્રિજ નંબર 27 પાસે તુફાન ગાડી અમદાવાદ તરફ જતી ટ્રકની પાછળ ભટકાતા ગાડીમાં સવાર 7 વર્ષીય બાળક સહિત ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા.જ્યારે 16 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તત્કાલ સારવાર અર્થે 108 મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવ અંગે ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

મદયપ્રદેશના અલીરાજપુરના પુનિયાવા  ગામનો શ્રમિક પરિવાર એક ટંકના કોળિયા માટે મોરબી જઈ રહ્યા હતા.જોકે 19 પરિવારના સભ્યોને અકસ્માત નડતા ત્રણ સભ્યો કાળમુખી અકસ્માતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.જેમાં એક 7 વર્ષીય બાળક તેમજ બે યુવકોના મોત નિપજ્યા હતા.જ્યારે 16 વ્યક્તિઓ ઘાયલ થતા 108 મારફતે સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ દેશભરમાં કોરોનાના કારણે અપાયેલા લોકડાઉન બાદ સરકાર દ્વારા તમામ રોજગાર અને ધંધાઓ શરૂ કરવા પરવાનગી આપી હતી.જેથી પુનઃ જનજીવન ધબકતું થયું હતું.બીજી તરફ વિવિધ સાઈટો પર કામગીરી પણ શરૂ થઈ છે. ત્યારે રોજે રોજ મજૂરી કરી  પેટિયું રડતા પુનિયાવા ગામ ,અલીરાજ પુર મધ્યપ્રદેશનો એક શ્રમજીવી પરિવાર મજૂરી કામ અર્થે તુફાન ગાડીમાં મોરબી જઈ રહ્યા હતા.ત્યારે ગતરાત્રીએ 2:30 વાગ્યાની આસપાસ દોડકા ગામ બ્રિજ નંબર 27 એક્સપ્રેસ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે વડોદરા અમદાવાદ હાઈવે પર આગળ દોડતી ટ્રકની પાછળ તુફાન ગાડી ધડાકાભેર ભટકાઈ હતી.રાત્રિના અઢી વાગ્યાની આસપાસ સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે ગાડીમાં સવાર બાળકો સમેતના શ્રમજીવીઓની હૃદયદ્રાવક ચીસો સંભળાતા આસપાસના ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા.અને તુરત બનાવની જાણ પોલીસને કરતા ભાદરવા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.

પોલીસ તપાસમાં રાહુલ દિનેશ મેડા ઉમર વર્ષ 7 , તેનસિંગ પારસિંગ મેડા 45 વર્ષીય પુરુષ તથા એક 28 વર્ષીય અજાણ્યા યુવક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત નિપજયા હતા.જ્યારે 16 જેટલા શ્રમિકોને નાની મોટી ઈજાઓ થતાં તત્કાલ સારવાર અર્થે એબ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા.જેમાં 30 વર્ષીય હિતેશ મેડા રહે,35 વર્ષીય સુરેશભાઇ મેડા,40 વર્ષીય રામજીભાઇ મેડા,5 વર્ષીય ભવસિંગ મેડા,10 વર્ષીય રંગીતાબેન મહિડા,4 વર્ષીય અજય મહિડા,5 વર્ષીય અંકિતા મહિડા,7 વર્ષીય ગોવિંદભાઇ મહિડા,25 વર્ષીય મગનભાઈ મેડા.5 વર્ષીય કાન્હા મીરે,12 વર્ષીય રિદ્ધિબેન મીરે,7 વર્ષીય ભૂરીબેન મીરે,38 સુમીબેન મીરે,7 વર્ષીય અખિલેશ મેડા,3 વર્ષીય રેશમ સંદીપભાઈ તમામ રહે અલીરાજપુર મધ્યપ્રદેશનાઓ મળી કુલ 16 શ્રમિકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.નોંધનીય છે કે મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મહીડા,મેડા અને મોરી પરીવારના 19 વ્યક્તિઓ તુફાન ગાડીમાં મોરબી મજુરી કામ માટે જઈ રહ્યા હતા.જેમાં શ્રમજીવીઓની સાથે પાંચથી છ બાળકો પણ હતા.બનાવ સંદર્ભે ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Most Popular

To Top