સુરતઃ શહેરના હજીરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં સ્ટાફને લઈને જતી આર્સેલર મિત્તલ નિપ્પોન કંપનીની ખાનગી બસન અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું હોવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. દરમિયાન આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડ્યો હતો. બસમાં સવાર 50માંથી 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને 8 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે.
હજીરા વિસ્તારમાં ડમ્પર અને AMNS બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બને પલ્ટી મારી ગયા હતા. બસમાં 50 થી વધુ લોકો બસમાં સવાર હતા.

આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન સૂર્યદેવ રામવૃક્ષ ભુયાનનું મોત નિપજ્યું છે.

દિલીપ નામના કર્મચારીએ કહ્યું, અમારી બસ સવારે આઠ વાગ્યે જઈ રહી હતી. તે દરમિયાન યુ ટર્ન લઈ રહી હતી. તે દરમિયાન ડમ્પર અથડાયું હતું. જેથી અમને ઈજા પહોંચી હતી. ડમ્પર ચાલકની સ્પીડ વધુ હતી. અમે કંઈ સમજીએ તે અગાઉ જ અકસ્માત થઈ ગયો હતો. હાલ અમારામાંથી ઘણા ગંભીર ઈજાગ્રસ્ત પણ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
