માહ્યાવંશી કુટુંબમાં જન્મેલા ભારતીબેને વારસામાં માતા-પિતા પાસેથી સંસ્કારનો ખજાનો પ્રાપ્ત કર્યો. માતા-પિતા ગરીબ હોવાથી નાનેથી જ આશ્રમ શાળામાં રહી ધોરણ-12 સુધીના અભ્યાસ પ્રાપ્ત કર્યો. ધોરણ 8 થી 10 દરમ્યાન બારડોલી સ્વરાજ આશ્રમ સરદાર કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી નિરંજનાબેન કલાથી પાસેથી અઢળક સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને સાસરા પક્ષના દરેક સભ્યોએ સાથ સહકાર આપી ડિપ્લોમા મિકેનીકલ એન્જિનિયરીંગ કરાવ્યું. તેમના જીવનમાં તેમના પતિ રાજેન્દ્ર કંથારીયા તથા સાસુ સસરાનો ફાળો મહત્વનો રહ્યો છે. તેમના ઇશ્વર વિશેના શ્રધ્ધા અને પ્રાર્થના વિશેના વિચારો તેમના શબ્દોમાં…
તમે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરો છો?
હું ઈશ્વરને સવાર-સાંજ આવતા જતા એક જ પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર આ તે આપેલો દેહ તો નશ્વર છે તું જ દુનિયાને ચલાવે છે. મારે મારાથી થયેલ દરેક કાર્યને તારા થકી જ સફળ બનાવજે. હું કોઇનું દિલનું દુભાવુ અને કોઇને દુ:ખ ન પહોંચાડું એવા કાર્યો તુ મારી પાસે કરાવજે અને હંમેશા મારા દરેક કાર્યમાં હાજરી આપી સફળ બનાવજે એવી હું અંત:પૂર્વક પ્રાર્થના કરું છું. મારા પરિવાર તને આ દુનિયાના સારથી બની સાચવજે.
ઈશ્વર હોવાથી પ્રતીતિ તમે કેવી રીતે કરો છો.
આ જગતનાં કણેકણમાં ઈશ્વરનો વાસ છે. મન શાંત રાખી આત્માના અવાજને ઓળખવું એ જ ઈશ્વરની પ્રતીતિ છે ઘણી વખત એવું બનતું હોય કે આપણે કંઇ લેવા ગયા હોય અને યાદ ન આવે ત્યારે અચાનક એ રસ્તો ચીંધતાની ગતિએ પરમાત્માએ બતાવેલ માર્ગ હોવાનો પ્રતિતિ કરાવે છે. પરમાત્માએ દરેક તકલીફમાંથી મને અને મારા પરિવારને ઉગાર્યો છે. અમને ખાડામાં પડવા દીધા નથી. મારા પરમાત્મા પ્રત્યેનો સંપૂર્ણ વિશ્વાસ એ ઇશ્વર હોવાથી પ્રતીતિ કરાવે છે.
તમે પુન:જન્મમાં માનો છો? શા માટે?
હા જરૂર હું પુન: જન્મમાં માનુ છું કારણ કે પરમાત્માનું કાળચક્ર હંમેશા ચાલતુ જ રહે છે. અગર કોઇ ગરીબ કોઇ તવંગર કોઈ શારીરિક માનસિક રીતે રોગી નિરોગી શા માટે? કારણ કે એ આગલા જન્મ કર્મોને આધારે જ ચાલે છે તેથી હું આ જન્મમાં સારા સત્કાર્યો કરો પુન:જન્મમાં પણ સેવા, સત્કાર્યો ઈશ્વર પ્રેરિત કર્મો કરવા માંગુ છું.
તમને તમારા જીવનના પ્રશ્નનો ઈશ્વર પાસેથી ઉકેલ મળે છે.
હા. મને મારા જીવનનો પ્રશ્નો ઉકેલ ઈશ્વર પાસેથી જરૂર મળે છે. આવા અટપટા માનવજીવનમાં ઘણા સામાજિક ધાર્મિક વ્યવહારિક પ્રશ્નો ઉપસ્થિત હોય છે. આવા સમયે ગુંચવાયેલા દરેક પ્રશ્નોનો ઉકેલ પરમાત્મા પાસેથી મળે છે. કપરા સંજોગોમાં ઈશ્વર આપણને યોગ્ય માર્ગ બતાવી આપણામાં રહેલી શક્તિઓનો ઉદય કરી પોતાના અદ્દભૂત સ્પર્શથી આ શક્તિનો સંચાર કરી યોગ્ય માર્ગદર્શન અને ઉકેલ આપે છે. સંપૂર્ણ ઈશ્વરકૃપા એ જ મારા જીવન આધાર છે.