ભારતની આ ભૂમિ અનેક ધર્મોનું જન્મસ્થળ રહી છે. વૈદિક, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મોની સાથે, અન્ય ઘણા ધર્મો પણ અહીં જન્મ્યા અને વિકસ્યા છે. દરેક ધર્મનો મૂળ એ છે કે માણસે ખુશીથી રહેવું જોઈએ. દરેક ધર્મનું પોતાનું દર્શન છે. આ ભૂમિ પર સમૃદ્ધિનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. ઇતિહાસના પાના ફેરવતા, આપણને ખબર પડે છે કે ભૂતકાળમાં આ ભૂમિના રહેવાસીઓ ક્યારેય પોતાના ઘરોને તાળા મારતા નહોતા. એ દરમિયાન ભારતની મુલાકાતે આવેલા હ્યુ-એન-ત્સાંગ, ફા-હિએન, મેગાસ્થેનિસને એ જાણીને આશ્ચર્ય થયું કે આ દેશમાં ચોરી થતી નથી.
ભારતના રહેવાસીઓ બીજા લોકોની વસ્તુઓ ચોરી કરવાની આદતથી સંપૂર્ણપણે મુક્ત છે. દેહરાદૂન, મસૂરી વગેરે વિસ્તારોમાં જોવા મળ્યું કે ત્યાંના ખેડૂતો અને મજૂરો ખૂબ જ ગરીબ અને પ્રામાણિક છે. જ્યારે તેમના ઘરના લોકો દિવસ દરમિયાન તેમના ખેતરમાં જાય છે અથવા કામ કરે છે, ત્યારે તેઓ તેમના ઘરને તાળા મારતા નથી. આજે પણ, ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના લોકો તેમના ઘરને તાળા માર્યા વિના કામ પર જાય છે. આ ગામડાઓ જોઈને મનમાં વિચાર આવે છે કે ભારતના દૂરના ગામડાઓના રહેવાસીઓ, જ્યાં શહેરોની હવા હજુ સુધી પહોંચી નથી, ત્યા ચોરી, છેતરપીંડી જેવા ઘણા સામાજિક દુષણોથી દૂર છે.
સુરત – કાંતિલાલ માંડોત પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.