Charchapatra

ગુજરાતમિત્રની તટસ્થતા વિશે

બે દિવસ પહેલા એક ચર્ચાપત્રીનું ‘ગુજરાતમિત્રની તટસ્થતા અને મૂલ્યો’ વિશે ચર્ચાપત્ર વાંચ્યું, તે વાંચી મારે જે વાત ઘણાં સમયથી કહેવી હતી તે જ લખાઈ  હોય એવું લાગ્યું. પાછલા કેટલાયે દાયકાઓથી ગુજરાતમિત્ર દૈનિકનો વાચક છું. આજનાં ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયા અને વોટ્સએપ પર દિવસભર કેટલાયે સાચાખોટા સમચારો મળતા રહે છે. એ કદાચ ઝડપી છે પણ વિશ્વાસ કરવો કે નહિ? પણ એ સમાચાર સવારે ગુજરાતમિત્રમાં વાંચું ત્યારે જે માહિતી મળે તેના પર જ વિશ્વાસ આવે છે.

વાચક તરીકે કહી શકું કે આ અખબારની તટસ્થતા હજી પણ કાયમ છે. તે હાલ બનેલી ઓપરેશન સિંદૂર દરમ્યાનના સમાચારમાં ફરી સાબિત થયું છે. ટીવી અને બીજા માધ્યમો જ્યારે દર અને ખોટી માહિતીનો ઝડપથી ફેલાવો કરી રહ્યાં હતા તે સમયે એ ટી.વી ચેનલોની વિશ્વસનીયતા પર શંકા થતી. ભૂતકાળમાં પણ આવી તમામ મોટી ઘટનાઓ દરમ્યાન ગુજરાતમિત્ર પાસેથી સાચી અને તટસ્થ માહિતીઓ મળી છે. મળતી રહેશે તેવી આશા
સુરત     – રોની વરિયાવા –  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અનાજ પલાળવાનું કાવતરું?
તારીખ 28-5-2025નાં ગુજરાતમિત્રમાં દત્તરાજસિંહ ઠાકોરના ચર્ચાપત્રમાં લખ્યું છે કે ‘વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યા છતા ભારતમાં હજુ ગોડાઉનો પુરતા ન હોવાથી અનાજ પલળી જાય છે અને તેમાં લાખો ટન અનાજ બગડે છે પરંતુ અનાજ બગાડવાનું કાર્ય પૂર્વનીયોજીત ચાલતું હોય તેવી શક્યતા નકારી શકાય નહીં કારણ કે કોઈપણ ખાદ્ય સામગ્રી બગડે છે તો તેમાંથી દારૂ બને છે જે પલળેલું અનાજ લીકર કંપનીઓ મફતના ભાવે ખરીદી લે છે અને પછી તેમાંથી દારૂ બનતો હોય છે! શંકા થાય છે કે અનાજ પલાળવાનું કાવતરું ખરેખર પૂર્વનીયોજિત હોય તેવી શંકા થાય તે સ્વભાવિક છે. બાકી આટલા વર્ષોમાં કેટલીયે સરકાર બદલાઈ છતાં દર વર્ષે અનાજ પલળતું અટકતું નથી કે અટકાવી શકાયું નથી તે આશ્ચર્યની વાત છે. આ બાબત પર પ્રશાસનને ધ્યાન લેવાની જરૂર છે.
સુરત          – વિજય તુઈવાલા –  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top