‘ગુજરાતમિત્ર’ દૈનિકની ૧૩-૧-૨૦૨5 ની સત્સંગ પૂર્તિમાં વિખ્યાત ફોટોગ્રાફર વિવેક દેસાઈએ નાગા સાધુનો વેશ ધારણ કરી અદભુત ફોટોગ્રાફી તથા પ્રશ્નોત્તરી વાંચવા મળી ત્યારે મનમાં પ્રશ્ન થયો કે લોકો સમક્ષ પોતાની કળા, હકીકત રજૂ કરવા માટે કેવા કેવા વેશ ધારણ કરવા પડે છે. પ્રશ્નોત્તરી વાંચતાં તો રૂંવાડાં ખડાં થઈ શકે કે દુનિયામાં કેવા કેવા પ્રકારના કેવા માણસો હોય છે. આખરે શું પ્રાપ્ત કરવા માગતા હશે? મહાકુંભ વિશેષ પૂર્તિમાં નાગા સાધુ અને અઘોરી વચ્ચે શું ફેર છે તેની વિગતે છણાવટ કરી છે. મારું અંગત માનવું છે કે શરીરને બિનજરૂરી કષ્ટ ન આપવું જોઈએ.
જીવનને અમૂલ્ય ગણીએ છીએ તો તેનું મૂલ્ય સમજવું પડશે. મનમાં થોડા પ્રશ્નો ઉદ્ભવે છે કે, સાધુઓ પણ માનવી જેવા જ છે તો આવી પ્રવૃત્તિથી ફાયદો શું? વૈજ્ઞાનિક દૃષ્ટિએ કુંભ મેળાના આયોજનને મૂલવી શકાય? વિશ્વમાં ગરીબી, ભૂખમરો, બેકારી, રંગભેદ, ભ્રષ્ટાચાર, અંધશ્રદ્ધા આવા મેળા યોજવાથી દૂર થઈ જશે? આવા પ્રકારના મેળા યોજવાથી સામાજિક સમરસતા સ્થાપી શકાશે? હા, લોકોને રોજી રોટી મળે તેની સામે વિરોધ ન હોય, તો શું , બેકારી દૂર ન થાય? હાલમાં સરકાર દ્વારા નદીઓના શુદ્ધિકરણની યોજના લાવવામાં આવી છે ત્યારે તમામ નદીની સાથે ગંગા નદીમાં ગંદુ પાણી કે અશુદ્ધ ન થાય? ભવિષ્યમાં પાણીની તંગી પડે તેનું આયોજન કરવાની જરૂર નથી? સંન્યાસ સાચો કે ન્યાય? અત્યારે “સાધુ બનવા કરતાં સીધા બનવાની જરૂર છે”
સુરત – ચંદ્રકાન્ત રાણા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે