વડોદરા : આઈટીએમ યુનિવર્સીટીબ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, એલાઇડ હેલ્થ સાયન્સ ક્ષેત્રોમાં કસ્ટમ ડિઝાઇન કરેલી તાલીમ અને ઇન્ટર્નશીપ, સાથે ઉદ્યોગની જરૂરિયાતોને પૂરી કરીને ઉચ્ચ રોજગાર પાત્ર સ્નાતકો તૈયાર કરે છે અને વિધાર્થીઓ માં સમકાલીન, સંબંધિત સઘન શિક્ષણ, તાલીમ, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા માટે જાણકારી વિકસાવે છે. આઇટીએમ યુનિવર્સીટીદ્વારા આજે મેગા જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 67 જેટલી કંપનીઓ ઉપસ્થિત રહેશે.
અને 1200 જેટલા યુવાનોનેતેમની યોગ્યતા અનુસાર નોકરી આપશે. સ જોબ ફેરમાં આપશે.રાજ્ય સરકારના રોજગાર વિભાગ સાથે સંકલન કરીને મેગાજોબ ફેર યોજવામાં આવ્યો છે.ગુજરાતસહિત મધ્યપ્રદેશમાંથી 1300 વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.અગાઉ 2016માં જોબ ફેર યોજ્યો હતો જેમાં 15 જેટલી કંપનીઓ આવી હતી અને350 માંથી250 જેટલા વિધાર્થીઓને ઉંચા પગારે નોકરી મળી હતી. આ વર્ષે 3 લાખથી 12 લાખ સુધીનું પેકેજ મળશે તેમ લાગી રહ્યું છે.
આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ સર ડો. અનિલ એમ. બિસેન ના જણાવ્યા મુજબમેગા જોબ ફેર 2021 ના કાર્યક્રમ માં મુખ્ય મેહમાન તરીકે વડોળતાના કલેકટર આર. બી. બાર, ગેસ્ટ ઓફ ઓનર તરીકેજીએલપીએલ ના ઓપરેશન હેડ રાઠીન ચટ્ટોપાધ્યાય,લિઓન ઇન્ટિગ્રેશનના એમડી મિહિર પટેલ સહિત રોજગાર કચેરીના સહાયક નિયામક શ્રીમતી વિના, તેમજ આઇટીએમ વોકેશનલ યુનિવર્સીટીના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ મેનેજર કનૈયા અગ્રવાલ ઉપસ્થિત રહેશે.