વડોદરા: ભારત સરકાર દ્વારા જે રીતે કોરોનાથી રક્ષણ આપતી રસી વડું લોકોને મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રાન્સ જેન્ડરોની લક્ષ્ય સંસ્થા આગળ આવી છે અને તેમના માટે વિશેષ રસીકરણ કેમ્પનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ટ્રાન્સજેન્ડર સમુદાયના અલગ અલગ જૂથો રસીકરણ કેમ્પનું આયોજન કરવા માટે આગળ આવી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ સાથે ટ્રાન્સજેન્ડરો માટે કાર્યરત લક્ષ્ય સંસ્થાએ સંકલન કરીને તેમના માટે કોરોનાથી સુરક્ષા ઓરદાન કરતી રસી આપવા માટે મંગળવારે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા યુએનડીપી હેઠળ પ ટ્રાન્સજેન્ડર તેમજ સમલૈંગિક સમુદાયના લોકો માટેજ રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો કોરોનાથી બચવા માટે રસી લેવા સંબંધિત જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. કોરોનાની ગાઈડ લાઈન મુજબ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યા માં એલજીબિટી સમુદાયના લોકો હાજર રહ્યા હતા અને રસી લીધી હતી. તેમજ કોરોનાની રસી લેવા માટે સમુદાયમાં જાગૃતિ લાવવા માટે કટીબદ્ધતા દર્શાવી હતી.