મેલબોર્ન ખાતે રમાઈ રહેલી બીજી ટી-20 મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. 20 રન પર શુબમન ગિલના સ્વરૂપમાં ભારતે પહેલી વિકેટ ગુમાવી હતી ત્યાર બાદ સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા ટકી શક્યા નહોતા.
ભારતે માત્ર 32ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ અક્ષર પટેલ બેટિંગ પર આવ્યો હતો પરંતુ તે પણ કમનસીબ પુરવાર થયો હતો. તે રન આઉટ થયો હતો. આમ ભારતે માત્ર 49ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી હતી.
ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી તેમ છતાં ઓપનર અભિષેક શર્મા શાંત પડ્યો નહોતો. તે તેની આગવી શૈલીમાં મેદાનની ચારે તરફ શોટ ફટકારી રહ્યો હતો. તેણે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી. અભિષેકે પોતાની અર્ધ સદીમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી.
ઓછા સ્કોર પર પાંચ વિકેટ ગુમાવવા છતાં અભિષેક શર્માની નીડર બેટિંગના લીધે ભારતીય ટીમની રનની એવરેજ 6ની ઉપર રહી હતી. ભારતે 12 ઓવરના અંતે 83 રન બનાવી લીધા હતા. જેમાં અભિષેકના જ 48 રન હતા.
બીજી T20માં ભારતીય ટીમની પ્લેઈંગ 11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.
બીજી ટી20 માટે ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11: ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ, મેથ્યુ કુહનેમેન અને જોશ હેઝલવુડ.