Business

અબ તો મર જાતા હૈ રિશ્તા હી બુરે વક઼્તોં પર પહેલે મર જાતે થે રિશ્તોં કો નિભાનેવાલે – શકીલ આઝમી

હવે તો મરી જાય છે સંબંધો ખરાબ સમયમાં, પહેલાં મરી જતા હતા સંબંધોને સાચવવાવાળા. સંકટના સમયમાં  તમારી નજીકના લોકો તમને કામ નહીં આવે ત્યારે કેવી સ્થિતિ થઇ જાય? હવે સંબંધો પણ કામની વ્યકિત જોઈને બાંધવા કે તોડવાનો સમય આવી ગયો છે. પહેલાંના જમાનામાં સંબંધો સાચવવા માટે લોકો પોતાની જાનની બાજી લગાવી દેતા હતા. સંબંધો માટે પોતે ખુવાર થઇ જવાની તૈયારી રાખતા હતા. પરંતુ હમણાંનો સમય એવો છે કે તમારો ખરાબ સમય આવે એટલે ઘણા બધા સંબંધો પૂરા થઇ જાય. તમારાથી લોકો દૂર થવા લાગે. જાણે ઓળખતા નહીં હોય તેવો વહેવાર કરવા લાગે. આમ હમણાંનો સમય એવો છે કે તમે મુશ્કેલીમાં છો તેની ખબર પડતાં જ ઘણાં લોકો તમારાથી અંતર જાળવવા લાગે. તમને રોજ બોલાવતા લોકો પણ તમારાથી દૂર ભાગવા લાગે.

તમારું સન્માન કરતા લોકો પણ નજર બચાવવા લાગે. આમ આ જમાનો એવો છે કે તમે કશુંક માંગશો તે ડરથી તમારા ઘણા સંબંધો પર પૂર્ણવિરામ લાગી જાય પરંતુ એક એવો પણ જમાનો હતો જયારે તમારી મુશ્કેલીમાં સગાંસંબંધી કે મિત્રો દૂર ભાગતા ન હતા. એ તમારી પડખે ઊભા રહેતા હતા. તમારા દુઃખમાં સહભાગી બનતા હતા. તમારી સાથેના સંબંધને સાચવવા મરવા સુધીની બાજી લગાવવા તત્પર રહેતા હતા. એ સમય સંબંધોને સાચવવાનો હતો. આ સમય કામની વ્યકિતને સાચવવાનો છે.  અહીં તમે કોને શું કામ આવો છો તે જોઈને જ સંબંધ જાળવવામાં આવે છે. તમે કામના નથી, તો તમારા બધા  સંબંધો કોઈ કામના નથી. તમે સંકટમાં છો તો તમારાથી બધા  સંબંધો દૂર ભાગવા લાગશે. તમારી પડખે તમારી મુશ્કેલીને દૂર કરવા કોઈ નહીં આવે. કોઈ સદભાગીને જ સંકટ સમયમાં એક-બે મિત્રો આજના સમયમાં પડખે ઊભા જોવા મળે. બાકી તમારા ખરાબ સમયમાં સંબંધો દમ તોડવા લાગે.

Most Popular

To Top