નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના(samajwadiparty) વરીષ્ઠ નેતા(Politishian) આઝમ ખાનની ધરપકડ(arrested) કરવામાં આવી છે. MPLMA કોર્ટે નેતા સહિત તેમના પરિવારને 7 વર્ષની કેદની સજા(Imprizond) સંભળાવી છે. જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીના(BJP) નેતા આકાશ સક્સેનાએ કરેલી ફરિયાદનું(Complained) આજે પરિણામ આવ્યું હતું. જેમાં સપા નેતાના પરિવાર પાસે ખોટો જન્મનો દાખલો(Fake Birth Certificate) હોવાનું જાણવા મડ્યુ હતું.
સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાન અને તેમના પરિવારને નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં દોષી ઠરાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઝમ ખાનની સાથે તેમના પુત્રો આજ, અબ્દુલ્લા અને પત્ની ડો. તન્ઝીમ ફાતિમાને દોષી ઠરાવવામાં આવ્યા છે. ત્રણેયને સાત-સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આઝમ ખાનનો જામીન પત્ર પણ રદ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, બીજેપી નેતા આકાશ સક્સેનાએ 2019માં આઝમ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેની આજરોજ કોર્ટે સજા જાહેર કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને કોર્ટમાંથી સીધા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આઝમ ખાન અને તેની પત્ની તન્ઝીન ફાતિમા પણ આ કેસમાં આરોપી છે. આરોપીઓને જેલમાં લઈ જવામાં આવ્યા તે સમયે સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને રામપુરમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ કેસમાં આઝમ ખાન લગભગ અઢી વર્ષ જેલમાં હતા. હવે કોર્ટના ચુકાદા બાદ પત્ની અને પુત્રને પણ જેલમાં પુરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અબ્દુલ્લા આઝમ ઉપર આકાશ સક્સેનાના આરોપ હતા કે તેઓએ એક બર્થ સર્ટિફિકેટ રામપુર નગરપાલિકામાંથી અને બીજું લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મેળવ્યું હતું. બંને જન્મ પ્રમાણપત્રનો અનુકૂળતા મુજબ ઉપયોગ કરવામાં આવતો હતો. વધુમાં, ધારાસભ્ય આકાશ સક્સેનાના વકીલ સંદીપ સક્સેનાએ કહ્યું હતું કે અબ્દુલ્લા આઝમની ટ્રાન્સફરની અપીલ સુપ્રીમ કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી.
16મી ઓક્ટોબર સુધીનો સમય મળ્યો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અગાઉ કોર્ટે બચાવ પક્ષને 16 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો, પરંતુ બચાવ પક્ષ તરફથી વધુ સમય માંગવામાં આવ્યો હતો. કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી. પ્રોસિક્યુશન ઓફિસર અમરનાથ તિવારીએ કહ્યું કે બચાવ પક્ષના વકીલો 16 ઓક્ટોબર સુધી કોર્ટમાં હાજર થયા ન હતા. અને ન તો તેઓએ લેખિત દલીલો કરી અને ન તો વધુ સમય માંગ્યો. અને આ કારણે સપા નેતા સહિત તેમના પરિવારને પણ 7 વર્ષની કેદની સજા મળી છે.