નવી દિલ્હી: વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની(Dha kashmir files) અત્યાર શુધી ચર્ચા ચાલી રહી છે. નિર્દેશક વિવેક અગ્નિહોત્રી(Vivek agnihotri) દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં(Flilm) કાશ્મીરી પંડિતો(Kashmiri pandit) ઉપર થતા અત્યાચારની(Violance) વાત કરવામાં આવી હતી. સિનેમાની વાર્તાએ(Story) દર્શકોને ભાવુક બનાવ્યા હતા અને બોક્સ ઓફિસ(Box Office) પર પણ જોરદાર કમાણી કરી હતી. ત્યારે સિનિયર અભિનેત્રી આશા પારેખએ(Asha Parekh) આ ફિલ્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
આશા પારેખે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતાઓને ઠપકો આપ્યો અને સવાલ ઉઠાવ્યો છે કે 400 કરોડ રૂપિયા ભેગા કર્યા પછી જમ્મુમાં રહેતા કાશ્મીરીઓને નિર્માતાઓએ કેટલા રૂપિયા ડોનેર્ટ કર્યા? સીએનબીસી આવાઝ સાથેની વાતચીતમાં આશા પારેખને પૂછવામાં આવ્યું કે શું તેમણે ઘણા લાંબા સમય સુધી ચર્ચામાં રહેલ ફિલ્મો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ કેરલા સ્ટોરી’ જોઈ છે. જેના જવાબમાં અભિનેત્રએ કહ્યું કે આવી ફિલ્મો જોવાથી લોકોને શું મળે છે?
વધુમાં જ્યારે અભિનેત્રીને કહેવામા આવ્યું કે દર્શકોને આ બંને ફિલ્મો ખૂબ જ પસંદ આવી છે, પ્રત્યુત્તરમાં આશાજીએ જણાવ્યુ કે ‘ જ્યારે મે આ ફિલ્મો જોઈ જ નથી તો હું આના વિવાદ વિશે કઈ રીતે વાત કરી શકું?’ વધુમાં અભીનેત્રીએ ફિલ્મની બોક્ષઓફિસ કલેક્શન વિશે વાત કરતાં જણાવ્યુ કે, ” લોકોને ખૂબ પસંદ આવેલ અને ખૂબ ચર્ચામાં રહેલ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિષે હું એક વિવાદાસ્પદ વાત કહેવા માંગુ છું.” આશજી એ કહ્યું કે આ ફિલ્મે 400 કરોડની કમાણી કરી છે પરંતુ તેમાથી કેટલા રૂપિયા કાશ્મીરી પંડિતોને આપવામાં આવ્યા? બધી કમાણી પ્રોડ્યુસર અને નિર્માતાઓને મળી હતી, ચાલો માની લઈએ કે ડિસ્ટ્રીબ્યુટર્સનો પણ હિસ્સો હશે, પરંતુ શું 50 કરોડ પણ કાશ્મીરી પંડિતોને ન આપી શકાય? તેઓ પાણી વગર, વીજળી વગર ત્યાં બરફમાં રહે છે. શું મેકર્સે તેઓના માટે કઈ કર્યું?
જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્માણ વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું અને પ્રોડ્યુસર પણ તેઓ જ હતા. તેમના ભાગીદારો અભિષેક અગ્રવાલ આર્ટસ અને જેએએ સ્ટુડિયો હતા. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, પુનિત ઈસાર, દર્શન કુમાર અને મૃણાલ કુલકર્ણીએ અભિનય કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 20 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી હતી અને તેણે માત્ર ભારતમાં જ 295 કરોડ રૂપિયાની કામણી કરી હતી.
” ધ કાશ્મીર ફાઇલ્સ” ના મેકર્સ ઉપર આ અભિનેત્રી રોષે ભરાયા
By
Posted on