સુરત : વરિયાવી બજાર ખાતે આવેલા સાર્વજિનક ગણેશ ઉત્સવ મંડળ ખાતે રાત્રિના નવ વાગ્યે વિધર્મીઓના ચાર જેટલા કિશોરો દ્વારા ગણેશ મૂર્તિ પર આઠ થી દસ જેટલા પથ્થર ફેકવામાં આવ્યા હતા. શનિવારે પણ પથ્થરમારાની ઘટના બની હતી. પરંતુ તે વખતે લોકોને સંયમ રાખ્યો હતો પરંતુ રવિવારે નવ વાગ્યે ચાર જેટલા કિશોરોએ પથ્થરમારો કરતા લોકો ઉશ્કેરાયા હતા.
ગણેશ મૂર્તિ ખંડિત થતા એક હજાર કરતા વધારે લોકો ગણેશ મંડપ ખાતે ભેગા થઇ ગયા હતા. દરમિયાન આ મામલે ત્વરીત લાલગેટ પોલીસ આવી જતા સ્થળ પર પોલીસ કૂમક ખસેડવામાં આવી હતી. સ્થળ પર તમામ ધારાસભ્યો કોર્પોરેટરો તથા પોલીસ કૂમક આવી ગઇ હતી. દરમિયાન સૈયદપુરા પંપીગ સ્ટેશન ખાતે મસ્જિદમાંથી પથ્થરો ફેકવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.
ચાર જેટલા કિશોરો પથ્થરમારો કરીને ભાગ્યા પોલીસ ચોકી ગયેલા લોકો પર મસ્જિદ પરથી પથ્થર મરાયા
ચાર જેટલા કિશોરો મૂર્તિ ખંડિત કર્યા બાદ એક હજાર કરતા વધારે લોકો સૈયદપુરા પોલીસ ચોકી પાસે દોડી ગયા હતા. તેઓએ ગત વર્ષે અને વારંવાર આ ઘટના બને છે તો જેહાદીઓને કાબૂમાં લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન સ્થળ પર પાંચ હજાર કરતા વધારે લોકો ભેગા થયા બાદ સૈયદપુરા પોલીસ ચોકી પાસે આવેલી મસ્જિદૃમાંથી પથ્થરમારો કરાયો હતો. સામે બસો કરતા વિધર્મીઓ ભેગા થઇ ગયા હતા. તેઓએ પણ ઉભેલા ટોળા પર પથ્થરમારો કરતા સૈયદપુરા અને વરિયાવ વિસ્તારમાં તંગ માહોલ થઇ ગયો હતો.
આ ઘટના બાદ પાંચસો કરતા વધારે પોલીસ સ્થળ પર આવી ગઇ હતી. દરમિયાન પરિસ્થિતી મોડી રાત્રે વણસી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં પોલીસ જેહાદીઓને કાબૂમા કરવા માટે અંદરની શેરીઓમાં દોડી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં વીસ કરતા વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જે ચાર જેટલા પંદર થી અઢાર વર્ષીય કિશોરો દ્વારા પથ્થરમારો કરાયો હતો. તેના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ લોકોને ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતા. દરમિયાન આ લોકોને અન્ય પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા છે.
વાત પ્રસરતા જ શહેરમાં માહોલ તંગ
ગણપતિની મૂર્તિ ખંડીત વિધર્મીઓએ કરવામાં આવી હોવાની વાત વણસતાની સાથેજ મહિધરપુરા, વેડરોડ , કતારગામ તથા રાંદેર રોડ અને એલપી સવાણી રોડ પર હજારો લોકોના ટોળા રસ્તા પર આવી ગયા છે. શહેરમાં વિધર્મીઓની આ હરકત બાદ ભારે તંગ માહોલ સર્જાયો છે.
પોલીસે કતારગામ, વેડરોડ, મહિધરપુરાના વિસ્તારોના રસ્તા બંધ કરી દીધા
મોડી રાત્રિએ માહોલ તંગ થતા પોલીસે સૈયદપુરા અને વરિયાવ માર્ગ પાસેથી પસાર થતા તમામ રસ્તા બ્લોક કરી દીધા છે. આ વિસ્તારમાં બહારથી કોઇ વાહન અંદર જઇ શકતુ નહી હોવાની વિગત જાણવા મળી છ.ે લોકોએ સ્ટેશન વિસ્તારમા ફરીને જવુ પડી રહ્યુ છે.
મોડી રાત્રે અફવાનો દૌર
દરમિયાન ગણપતિની મૂર્તિ ખંડિત થયા બાદ છરાબાજીની અફવાઓ ફેલાઇ હતી. પોલીસે આ વાતનુ ખંડન કર્યુ છે. પોલીસે શહેરના કોટ વિસ્તારમાં પોલીસ કૂમક ખડકી દીધી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સ્થળ પર ધસી ગયા હતા.
સાત જેટલા પથ્થરો મૂર્તિ પર પડ્યા : ફર્સ્ટ પરસન
આ મામલે નિરવ કહારે જણાવ્યુંકે તેઓ આરતીના મંડપ પર ઉભા હતા તે વખતે અચાનક પાંચ થી સાત જેટલા પથ્થરો મૂર્તિ પર આવ્યા હતા. તેમાં મૂર્તિનો હાથ ખંડિત થઇ ગયો હતો. તેઓના સીસીટીવી કેમેરામાં આ દ્રશ્ય આવી ગયા છે. તે ફૂટેજ પોલીસે પોતાના કબ્જામા લીધા છે. ગત વર્ષે પણ આવી ઘટના બની હતી.
શું કહે છે સ્થાનિક કોર્પોરેટર
કોર્પોરેટર ભૂપેન્દ્ર રાવતકાએ જણાવ્યુકે સૈયદપુરા પોલીસ ચોકી પાસે લોકો જતા તેઓ પર જેહાદીઓએ પથ્થરમારો કર્યો હતો. તેમાં પરિસ્થીતી વધારે વણસી છે. હાલમાં પોલીસે ચાર આરોપીઓનો કબ્જો લઇ લીધો છે. તમામ આરોપીઓ પંદર થી વીસ વર્ષની વયના હોવાની વિગત જાણવા મળી છે.
પત્થરમારા બાદ સૈયદપુરામાં કોમી તંગદિલી
સુરત: મંડપમાં સ્થાપિત ગણપતિની પ્રતિમા ઉપર પથ્થરમારા બાદ સૈયદપુરાથી કોમી તંગદિલી શરૂ થઈ હતી, જે મોડી રાત્રી સુધી યથાવત રહી હતી. ખાસ કરીને ટોળાઓએ સૈયદપુરા અને આસપાસના વિસ્તારોમાં વાહનોમાં આગચંપી કરતાં તોફાનની આગ વધુ ભડકી હતી. અનેક વિસ્તારોમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતાં અને પથ્થરમારો તોડફોડ થતાં શહેરભરની પોલીસ અહીં ઉતરી પડી હતી. પથ્થરમારામાં ડીસીપી ગુર્જર સહિત બે પોલીસકર્મીને ઈજા પહોંચતાં પોલીસે કડક હાથે કામ લેવું શરૂ કર્યું હતું. જેમાં ડ્રોનને સાથે રાખીને અનેક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોને રાઉન્ડઅપ કરાયા હોવાની વિગતો સાંપડી છે.
તાળાં તોડી પત્થરબાજોની અટકાયત કરાઈ
સૈયદપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળતા પોલીસ દ્વારા પથ્થરબાજોની શોધ કરવામાં આવી રહી હતી. પથ્થર બાજો પોતાના મકાનોમાં સંતાઈ ગયા હતા. પોલીસ તેમને શોધવા માટે તેમના ઘર સુધી ઘૂસી ગઈ હતી. કેટલાક મકાનોમાં બહારથી તાળું મારવામાં આવ્યું હતું. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ભલે તાળું બહારથી મારવામાં આવ્યું હોય પરંતુ પથ્થરબાજો અંદર છે. પોલીસ દ્વારા અનેક મકાનોના તાળા તોડીને પથ્થરબાજોની અટકાયત કરવામાં આવી હતી.
પત્થરમારો કરનારા છ પકડાયા, કુલ 27ની અટકાયત
રવિવારની રાત્રે સૈયદપુરામાં વરિયાવી ચા રાજા ના નામથી ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમોએ પત્થરમારો કર્યો હતો. 6 મુસ્લિમોમાં 4 વયસ્ક અને 2 સગીર છે. રિક્ષામાં આવી આ લોકોએ મૂર્તિ પર પત્થર ફેંક્યા હતા. આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા. આ 6 લોકોને પકડ્યા બાદ સૈયદપુરા પોલીસ સ્ટેશન પર ટોળું ભેગું થયું હતું. ટોળાંને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટીયરગેસ છોડવા પડ્યા હતા. મોડી રાત્રે પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું.
હર્ષ સંઘવીએ રાત્રે ગણેશજીની આરતી કર્યા બાદ ટ્વીટ કર્યું
દરમિયાન સુરત પોલીસ ટીમ અને ગણેશ મંડળના આયોજકોની સાથે મળીને જ્યાં પથ્થરમારો થયો તે ગણેશ પંડાલમાં ગણેશજીની આરતી અને પૂજા કરી હતી.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે પત્થરમારાની ઘટનામાં કુલ 27 લોકોને અટકાયતમાં લેવાયા છે. સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મૂર્તિ પર પત્થરમારો થયો હતો ત્યાં ગણેશજીની આરજી કરવામાં આવી હતી. પોલીસ કર્મીઓ પણ આરતીમાં જોડાયા હતા. અહીં વ્રજ ગાડી તૈનાત કરાઈ છે. આયોજકોએ કહ્યું કે ત્રણ વર્ષથી આ મુજબની ઘટના થઈ રહી છે.
શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવશે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, આ કેસમાં 27 લોકોની અટકાયત કરાઈ છે. ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો, બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે. શાંતિ સમિતિની બેઠક કરવાના છીએ.