વલસાડ: (Valsad) રાજ્યમાં અનેક સ્થળોએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનો (Gopal Italia) વિરોધ થઈ રહ્યો છે. ઇટાલીયાએ ગાય માતાનું અપમાન કરતાં હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઈટાલીયાનું પૂતળું સળગાવ્યા બાદ વલસાડમાં પણ વિરોધ (Protest) પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વલસાડના તિથલ રોડ (Tithal Road) ઉપર લાગેલા આપના પોસ્ટરો ઉપર હિન્દૂ સંગઠન અને અગ્નિવીર ગૌસેવા દળ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના મોઢા ઉપર કાળી શાહી લગાવી વિરોધ કરી આક્રોશ ઠાલવ્યો હતો.
ગોપાલ ઇટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મામલો વધુ વણસી રહ્યો છે. ટિપ્પણીને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. ત્યારે વલસાડમાં પણ વલસાડના તિથલ રોડ ઉપર લાગેલા આપના પોસ્ટરો ઉપર હિન્દૂ સંગઠન અને અગ્નિવીર ગૌસેવા દળ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના મોઢા ઉપર કાળી શાહી લગાવી વિરોધ કરી આક્રોશ ઠાલવ્યો હતો.
સુરતમાં (Surat) આમ આદમી પાર્ટીના (AAP) અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના ઘરે ભાજપ કાર્યકર્તાઓએ કરેલા હોબાળા બાદ ભાજપ અને આપ પાર્ટી સામસામે આવી ગઈ છે. બંને પાર્ટીના નેતાઓ એક બીજાર પર આરોપ પ્રતિઆરોપ કરી રહ્યાં છે. ત્યારે ઈટાલીયાએ હિંદુ ધર્મ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે સુરતનું રાજકારણ વધુ ગરમાયું છે. ભાજપ દ્વારા રાજ્યભરમાં આપના કાર્યકર્તાઓ અને અધ્યક્ષનો વિરોધ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં (Protest) સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. પોલીસે બજરંગ સેનાના (Bajrang Sena) કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યાં હતાં.
સમગ્ર ઘટનામાં અમરોલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ દાખલ થઇ હતી. ગોપાલ ઇટાલીયાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે, અને સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાનો રેલો હવે ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વિરોધના સૂર ઉઠ્યા હતા.