SURAT

સુરતમાં AAPના અધ્યક્ષ ઈટાલીયાના ઘરે ભાજપના કાર્યકરોનો હોબાળો, માતા અને બહેનને ભયમાં મુકવાનો પ્રયાસ

સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ઘરે ભાજપના (BJP) કાર્યકરોએ જઇ ને કર્યો હોબાળો હતો. ગોપાલ ઈટાલીયાની ગેરહાજરીમાં તેમના પરીવારના સભ્યો સાથે સી આર પાટિલ સમર્થિત ભાજપના કાર્યકરોએ અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલીયાએ ભાજપનાં કાર્યકર્તાઓ પર લગાવ્યા છો. ગોપાલ ઇટાળીયા ના ધરે હિસાં (Violence) કરવા ગયેલા ભાજપના કાર્યકરોની અમરોલી પોલીસે (Police) કરી અટકાયત કરી છે. ઈટાલિયાનો રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના મોટા વરાછા સુદામા ચોક ખાતે રહેતા ગોપાલ ઈટાલિયાના ઘરે ભાજપ સમર્થિત કેટલાક યુવાનો પહોંચી ગયા હતા. તેમની ગેરહાજરીમાં તેમની માતા સાથે જીભાજોડી કરી હતી, સાથે જ તેમને શ્રીમદ્ ભગવદગીતા આપવાનો પ્રયાસ કરાયો હતો. આ અંગે ગોપાલ ઈટાલિયાએ પોલીસને જાણ કરી જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માણસોએ મારાં મમ્મી અને બહેન સાથે અભદ્ર વર્તન કર્યું છે. હાલ અમરોલી પોલીસે યુવકોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

હુમલા અંગે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે ભાજપના આશરે 50 જેટલા અસામાજિક તત્વો મારા ઘરે આવ્યાં હતાં અને સોસાયટીમાં પ્રવેશી નારેબાજી કરી ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. સોસાયટીના રહિશોને વોચમેનને ગાળો આપી. મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે, વિરોધ પક્ષનો હોય પરિવારનો નહી. મારી મમ્મી આપમાં નથી હું અધ્યક્ષ છું. ઘરના સભ્યોને ડરાવવા એ ખોટી વાત છે. તેમણે કહ્યું કે મેં તુરંત જ કંટ્રોલ રૂમમાં અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. મારૂં એટલું જ કહેવું છે કે રાજનીતિમાં વિરોધ કરો પરંતુ પરિવારના સભ્યો પર હુમલા કરવા ખોટી વાત છે.

AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા ના ધરે હોબાળો કરનાર વ્યક્તિને અમરોલી પોલીસે પકડી પાડ્યો છે. અમીત આહિર ને તેની પોતાની જ પ્રાઇવેટ કારમાં સારવાર માટે લઇ જવાનું પણ માલૂમ પડ્યું છે. જાણવા મળ્યા મુજબ અમિત આહીર અને વિકાસ આહીર નામના બે વ્યક્તિ ઝડપાયા હતા. તેમણે ગોપાલ ઇટાલિયાના ઘર નજીક જઈ તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એપાર્ટમેન્ટના લોકોએ પણ યુવકની સામે સૂત્રોચ્ચાર કરીને પોલીસને જાણ કરી હતી. ગોપાલ ઇટાલિયાના ઘરે વિરોધ કરવા ગયેલા યુવકને અમરોલી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિકાસ આહીર અને અમિત આહીર ભાજપના નેતાઓના ખૂબ નજીકના હોવાનું માનવામાં આવે છે. તેમના ઈશારે જ તેમના ઘરે જઈને વિરોધ કર્યો હોવાની ચર્ચા શહેરમાં શરૂ થઈ છે.

બીજી તરફ અમિત આહીરે જણાવ્યું હતું કે ત્યાં નજીકમાં આવેલા મંદિરમાં અમે પૂજા કર્યા બાદ કૃષ્ણ ભગવાને ગાયેલી ગીતાનું વિતરણ કરવા નીકળ્યા હતા. મને તો એ પણ ખબર નથી કે ગોપાલ ઈટાલિયા ક્યાં રહે છે. અચાનક જ આમઆદમીના લોકોએ અમારા પર હુમલો કરી દીધો હતો. તેણે જણાવ્યું હતું કે ‘આપ’ દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં હું પોલીસમાં ફરિયાદ આપીશ.

Most Popular

To Top