National

જમ્મુ-કાશ્મીરમાં AAPનું ખાતું ખુલ્યું, હરિયાણામાં શૂન્ય, કેજરીવાલે પાર્ટીને આપી દીધી આ ખાસ સલાહ

હરિયાણામાં આમ આદમી પાર્ટીએ જોરશોરથી વિધાનસભા ચૂંટણી લડી છે. જોકે આમ આદમી પાર્ટી અહીં કશું જ આશ્ચર્યજનક કરી શકી નથી. હરિયાણામાં આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી રહ્યો નથી. બજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર આમ આદમી પાર્ટી (AAP)નું ખાતું ખુલ્યું છે. ડોડા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિક જીત્યા છે. મેહરાજ મલિકે ભાજપના ઉમેદવારને 4548 મતોથી હરાવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મેહરાજ મલિકને 22611 વોટ મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગજયસિંહ રાણાને 18063 મળ્યા છે.

કેજરીવાલે અભિનંદન પાઠવ્યા
જમ્મુ-કાશ્મીરના ડોડાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકે ભાજપને હરાવીને જંગી જીત મેળવી છે. આ માટે કેજરીવાલે ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે 5માં રાજ્યમાં પાર્ટીના ધારાસભ્ય મળવા બદલ પાર્ટીને અભિનંદન પણ આપ્યા હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે AAP હરિયાણામાં 60 સીટો પર ચૂંટણી લડી હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં AAPએ 8-9 બેઠકો પર ચૂંટણી લડી હતી.

કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી છે. અરવિંદ કેજરીવાલે પહેલી જ ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તમે બહુ સારી રીતે ચૂંટણી લડી છે. આ સાથે કેજરીવાલે કહ્યું કે પાંચમા રાજ્યમાં ધારાસભ્ય બનવા પર સમગ્ર આમ આદમી પાર્ટીને અભિનંદન.

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીઓને હળવાશથી ન લેવી જોઈએ. આજની ચૂંટણીઓમાંથી સૌથી મોટો પાઠ એ છે કે વ્યક્તિએ ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન રાખવો જોઈએ. દરેક ચૂંટણી, દરેક બેઠક મુશ્કેલ હોય છે. આગામી વિધાનસભા ચૂંટણી તે તરફ ઈશારો કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે કોઈપણ પ્રકારની આંતરિક લડાઈ ન થવી જોઈએ. આ ચૂંટણીમાં તમારી ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હશે, કારણ કે અમે MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન)માં છીએ. જનતા સ્વચ્છતા જેવી મૂળભૂત બાબતોની અપેક્ષા રાખે છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે અમારા સંબંધિત વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે. જો આમ કરવામાં આવશે તો અમે ચોક્કસપણે ચૂંટણી જીતીશું, અમારું મુખ્ય લક્ષ્ય ચૂંટણી જીતવાનું હોવું જોઈએ.

Most Popular

To Top