National

સ્વાતિ માલીવાલ લંગડાતા પગે કમજોર હાલતમાં પોતાનું નિવેદન નોંધાવા તીસ હજારી કોર્ટ પહોંચી- Video

દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Malival) પર કથિત હુમલાના મામલાને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે મોડી સાંજે સ્વાતિએ દિલ્હી પોલીસની સામે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને હોસ્પિટલમાં તેની મેડિકલ તપાસ પણ કરાવી હતી. આ પછી પોલીસે વિભવ કુમારની શોધ શરૂ કરી છે. આજે શુક્રવારે સ્વાતિ માલીવાલ પોતાનું નિવેદન નોંધવા દિલ્હીની તીસ હજારી કોર્ટ પહોંચી હતી. આ દરમિયાન તે ખૂબજ કમજોર દેખાઈ રહી હતી.

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ શુક્રવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પહોંચી હતી. માહિતી અનુસાર અહીં તેણે તીસ હજારી કોર્ટ નંબર 202માં મેજિસ્ટ્રેટ કાત્યાની શર્મા કંડવાલની સામે પોતાનું નિવેદન નોંધ્યું છે. સ્વાતિ જ્યારે કોર્ટમાં પહોંચી તો તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્વાતિ ચાલતી વખતે લથડાતી અને લંગડાતી જોવા મળે છે. કોર્ટ પહોંચી તે સમયના વીડિયોમાં પણ તે ખૂબજ કમજોર દેખાઈ રહી હતી.

પોલીસનું કહેવું છે કે સીએમ આવાસ પર ઘટના સમયે હાજર તમામ લોકોના નિવેદનો નોંધવામાં આવશે. અરવિંદ કેજરીવાલના નિવેદનો નોંધવામાં આવી શકે છે પરંતુ હજુ સુધી તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વાતિ માલીવાલનું પણ મોડી રાત્રે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જે રીતે તેણે તેના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. આવા કિસ્સાઓમાં દિલ્હી પોલીસ પીડિતાને કાઉન્સેલિંગ આપે છે.

વિભવે અમારી નોટિસનો જવાબ આપ્યો ન હતો: NCW ચીફ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ મામલે NCW ચીફ રેખા શર્માએ કહ્યું કે જ્યારે અમે સોશિયલ મીડિયા પર આ જોયું ત્યારે અમે સ્વતઃ સંજ્ઞાન લીધું. હું બધું જ નજીકથી જોઈ રહી હતી અને સ્વાતિ માલીવાલને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા વિનંતી કરી હતી. મને લાગે છે કે તે આઘાતમાં હતી. કારણ કે કોઈને અપેક્ષા ન હતી કે તેને તેના નેતાના નિવાસસ્થાનમાં આ રીતે મારવામાં આવશે. હવે સ્વાતિ માલીવાલે ફરિયાદ નોંધાવી છે. અમે પોલીસ પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો અને ગઈકાલે અમને તે મળ્યો. સ્વાતિ માલીવાલે ગઈકાલે પોલીસ સાથે વાત કરી અને પોલીસે AFIR નોંધી છે. વિભવે અમારી નોટિસનો જવાબ આપ્યો નથી. આજે મારી ટીમ ફરીથી નોટિસ આપવા ગઈ છે. જો આમાં મુખ્યમંત્રી દોષી સાબિત થશે તો પોલીસ અને અમે તેમની સામે કાર્યવાહી કરીશું.

Most Popular

To Top