Dakshin Gujarat

કેવડિયા જતા પહેલા ઝઘડિયામાં દિલીપ વસાવા સહિત આપ-બાપ અને કોંગ્રેસના આગેવાનોને નજર કેદ કરાયા

ભરૂચઃ ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપ વસાવા સહિત આપ, બાપ અને કોંગ્રેસના કાર્યકરો નજરકેદ કરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે 2 યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપવા જતા નજર કેદ કરવામાં આવ્યા હતા.

  • નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે માર મારી બે યુવાનોની હત્યાના વિરોધમાં આજે આદિવાસીઓની કેવડિયામાં શ્રદ્ધાંજલિ સભા
  • આખા રાજ્યમાંથી આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો કેવિડયા ખાતે ભેગા થાય તે પહેલાં પોલીસ કાર્યવાહી

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે માર મારી બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ આદિવાસી સમાજ દ્વારા આજે મંગળવારે તારીખ 13 ઓગસ્ટના રોજ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ગુજરાતભરના આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો કેવડિયા ખાતે ભેગા થવાના હતા પરંતુ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી જેથી પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં ભેગા થવાના આદિવાસી આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે.

એ જ રીતે ઝઘડિયા તાલુકાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે, જ્યારે ભારત આદિવાસી પાર્ટીના (બાપ) કર્તાહર્તા અને ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છોટુભાઈ વસાવા ને કેવડિયા જતા અટકાવી તેમના નિવાસ સ્થાને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top