National

BJP પર AAPનો મોટો આરોપ, કહ્યું-કેજરીવાલની હત્યાનું કાવતરું, દિલ્હી મેટ્રોમાં લખાઈ ધમકી

AAP સાંસદ સ્વાતિ માલીવાલના ગેરવર્તન કેસ બાદ દિલ્હીમાં રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ દરમિયાન એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી મેટ્રોમાં (Delhi Metro) અરવિંદ કેજરીવાલ સામે જાનથી મારી નાખવાની ધમકી (Threat) લખવામાં આવી છે. મેટ્રો સ્ટેશન સહિત મેટ્રોની અંદર ઘણી જગ્યાએ કેજરીવાલને મારી નાખવાની ધમકીઓ લખવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

આમ આદમી પાર્ટી એક્સ હેન્ડલ પરથી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે પીએમઓ, ભાજપ અને નરેન્દ્ર મોદીના કહેવા પર રાજીવ ચોક, પટેલ નગર મેટ્રો સ્ટેશન પર ધમકી લખવામાં આવી છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે ભાજપ અને નરેન્દ્ર મોદી સીધા જ જવાબદાર રહેશે. આ અંગે આમ આદમી પાર્ટીના મંત્રી આતિશી અને સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંને નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા છે.

આતિશીનું કહેવું છે કે કેજરીવાલ પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આતિશીએ મીડિયાને કેટલીક ફોટોકોપી પણ બતાવી છે. દિલ્હીના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. પીએમઓ, ભાજપ અને નરેન્દ્ર મોદીના કહેવા પર રાજીવ ચોક, પટેલ નગર મેટ્રો સ્ટેશન પર ધમકી લખવામાં આવી છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે ભાજપ અને નરેન્દ્ર મોદી સીધા જ જવાબદાર રહેશે.

આતિશીએ કહ્યું કે ભાજપ અને નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલથી ડરે છે. આ લોકો જાણે છે કે તેઓ ચૂંટણી મેદાનમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો સામનો કરી શકતા નથી. જ્યારથી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે ત્યારપછી ભાજપ અને નરેન્દ્ર મોદીએ કેજરીવાલ પર એક પછી એક હુમલાનું ષડયંત્ર રચ્યું છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ 21 માર્ચે કેજરીવાલને નકલી કેસમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમની દવા અને ઇન્સ્યુલિન જેલમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. અમે દવાઓ અને ઇન્સ્યુલિન માટે કોર્ટમાં જઈએ છીએ. ત્યારે જ તેમને દવા મળે છે.

તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીના લોકોના પ્રેમ અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ ભાજપ ડરી ગયું છે અને તેમની સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સ્વાતિ માલીવાલને મોહરો બનાવીને કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આવાસ પરથી સામે આવેલા વીડિયોમાં સ્વાતિના આરોપોનું સત્ય આખા દેશે જોયું છે.

આતિશીએ વધુમાં કહ્યું કે અમારું માનવું છે કે સ્વાતિને એસીબી કેસને લઈને ધમકી આપવામાં આવી હતી. તેને આ ષડયંત્રનો ચહેરો બનાવવામાં આવ્યો છે. આ અંતર્ગત અરવિંદ કેજરીવાલ પર આરોપો લગાવવાના હતા. પરંતુ આ કાવતરું પણ નિષ્ફળ ગયું. હવે ભાજપ તેના છેલ્લા ઉપાય પર આવી ગયું છે. હવે તેઓ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે. રાજીવ ચોક, પટેલ નગર મેટ્રો સ્ટેશન અને ઘણી મેટ્રો ટ્રેનની અંદર કેજરીવાલને મારી નાખવાની ધમકીઓ લખવામાં આવી છે.

દિલ્હી મંત્રીએ કહ્યું કે આ તમામ મેટ્રો સ્ટેશન સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. પોલીસ અને CISF સુરક્ષાકર્મીઓ અહીં 24 કલાક હાજર રહે છે. આમ છતાં એક વ્યક્તિ ધમકી લખીને અહીંથી નીકળી જાય છે અને હવે તેને કોઈ શોધતું પણ નથી. આ વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમામ ધમકીઓ પણ પોસ્ટ કરી છે. દિલ્હી પોલીસ અને તેમના સાયબર સેલ હવે ક્યાં ગયા? હજુ સુધી આ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ જ દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલના ખોટા આરોપો પર સુપર એક્ટિવ થઈ ગઈ છે અને હવે કંઈ કરી રહી નથી.

Most Popular

To Top