દિલ્હીના કેજરીવાલનો ‘આપ’પક્ષ સુરત શહેરની કોર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટ મેળવી ગયો. કોંગ્રેસનો સફાયો થયો. એમાં ‘ઝાડુ’નો હાથ છે. ભાજપ પક્ષે પણ હરખાવા જેવું નથી. 93 સીટ મેળવી નંબર વન પર છે. પરંતુ ભાજપ માટે ચિંતનનો વિષય છે.
‘આપ’પક્ષ જેવા પ્રાદેશીક પક્ષ ભવિષ્ય ભાજપ માટે ખતરાની ઘંટડી બની શકે એમ છે. વિજળી અને પાણી જેવા પ્રશ્ને આપેલા વચનો ‘આપ’પક્ષને ફળીભૂત થયા છે. આજ મુદ્દા પર દિલ્હીમાં ‘આપ’પક્ષને ફળીભૂત થયા છે. આજ મુદ્દા ઉપર દિલ્હીમાં ‘આપ’પક્ષ રાજ કરી રહ્યો છે.
સુરતની ચૂંટણી સભામાં મનીષ સિસોદીયાએ ગાઈ બજાવીને કહ્યું છે કે SMCના ટેક્ષ પ્રજા પર વધુ પડતા ઠોકી બેસાડીને ભાજપ પક્ષે નર્યો પ્રજાને અન્યાય કર્યો. તમે અવાજ ઊઠાવો અમે તમારી સાથે છીએ. એક હથ્થુ સરકાર પોતાની મનમાની કરે ત્યારે પ્રજાએ વિરોધ પ્રદર્શન કરી સરકારને ઝુકવા માટે ફરજ પાડવી જોઈએ.
આવાં આકરા વેરા સહન કરવા એ કાયરતાની નિશાની છે. સુરતમાં ભાજપે ખરેખર પ્રજાને લૂંટવામાં કોઈ કસર બાકી રાખી નથી. સેવા કરવાની નીકળ્યા છો તો તમારા ગજવા પર કાપ મૂકો. સામાન્ય ગરીબ લોકો કેવી રીતે ટેક્ષ ભરે છે એની કેવી હાલત થાય છે. એનો હવે ભાજપે ગંભીરતાથી વિચાર કરવો પડશે.
વરસો વરસ વેરા વધતા જાય છે. ભાજપ હવે જાગી જાય ગરીબની આંતરડી કકળાવાથી બહુ મોટો ફટકો પડી શકે એમ છે. 2021ની નવલી પ્રભાતે લોકોને ‘આપ’પક્ષમાં આશા જાગી છે. ‘આપ’પક્ષ ભવિષ્યે સુરત શહેરમાં ખુશ્પુની નવી બહાર લાવી સુરતીલાલાઓની જિંદગીમાં સુખ-શાંતિની સુખમય જિંદગી લાવે એવી અપેક્ષા જરૂર રાખી શકાય.
સુરત. – જગદીશ પાનવાલા –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.