National

આજ કા રાવણ નરેન્દ્ર મોદી, લોકો વડાપ્રધાન વિશે આજે કેવી કેવી કરી રહ્યાં છે કોમેન્ટ, વાંચો

આજે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ યુદ્ધ છેડાયું છે. ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને એક ટ્વીટ ખૂબ જોરશોરમાં વાયરલ થઈ રહી છે. આજના દિવસે આ ટ્વીટ ટોપ 10માં ટ્રેન્ડ થઈ રહી છે. PM નરેન્દ્ર મોદી વિશે ચાલી રહેલાં આ અશોભનીય ટ્વીટને લીધે મોદી વિરોધી અને મોદી સમર્થકો વચ્ચે રીતસરની સોશિયલ વોર શરૂ થઈ ગઈ છે. તો ચાલો જાણીએ કઈ ટ્વીટ ટ્રેન્ડ થઈ રહી છે.

આજે દશેરો છે. આજના દિવસે પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. અસૂરી તાકાત પર દૈવી શક્તિના વિજયને યાદ કરીને દર વર્ષે ભારત દેશમાં આજના દિવસે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે દેશભરમાં રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે. બ્રાહ્મણ રાવણ ખૂબ શક્તિશાળી અને બુદ્ધિશાળી હતો, પરંતુ તેના અહંકાર અને અભિમાનને લીધે જ તેનું મૃત્યુ નિશ્ચિત થયું હતું. અહંકારમાં રાચતા રાવણે પ્રભુશ્રી રામની પત્ની સીતામાતાનું અપહરણ કરીને મોટી ભૂલ કરી હતી, જે તેને મૃત્યુ સુધી દોરી ગઈ હતી. રાવણના દસ માથા હતા. જે ખરેખર દસ અવગુણોને દર્શાવતા હતા.

આજે સોશિયલ મીડિયા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરતી એક ટ્વીટ વાયરલ થઈ છે. (Aaj Ka Ravana Narendra Modi, tweet viral) હિન્દીમાં લખાયેલી આ ટ્વીટ કંઈક આ રીતની છે. #आज_का_रावण_नरेंद्र_मोदी આ ટ્વીટે ટ્વીટર પર ભારે ચર્ચા જગાવી છે. ટ્વીટર પર મોદી વિરોધી અને મોદી સમર્થકો વચ્ચે આ ટ્વીટ ટ્રેન્ડ કરી રહી છે. બંને પક્ષો એકબીજા સામે સોશિયલ વોર પર ઉતરી આવ્યા છે. જેના લીધે આ ટ્વીટ ગણતરીના કલાકોમાં જ ટોપ 10માં ટ્રેન્ડ કરવા લાગી છે.

મોદી વિરોધીઓ લખે છે, રાવણમાં લાખ બૂરાઈઓ હતી, પરંતુ તેણે ક્યારેય દેશની સંપત્તિ વેચી નથી. તો એક યુઝરે આ ટ્વીટને ખેડૂતોના આંદોલન સાથે સાંકળી લીધી છે. નરેન્દ્ર મોદીના ફોટાને રાવણના દસ માથા વાળા પોસ્ટર સાથે ફોટોશોપ કર્યો છે અને લખે છે કે ખેડૂતો અહંકારી સામે છેલ્લી શ્વાસ સુધી લડશે. એક યુઝર લખે છે રાવણને લંકા જવાનો સમય આવી ગયો છે.

તો સામા પક્ષે મોદી સમર્થકો પણ આ ટ્વીટ પર પોતાની લાગણી પ્રક્ટ કરી રહ્યાં છે. એક યુઝર લખે છે કે નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરવી અયોગ્ય છે. આ ટ્વીટને હું સપોર્ટ કરી રહ્યો નથી. તાત્કાલિક આ ટ્રેન્ડને સ્ટોપ કરો. તો કેટલાંક યુઝર્સે ટીખળ પણ કરી હતી. એક યુઝર લખે છે કે આજ કા રાવણ નરેન્દ્ર મોદી ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેની વિરોધમાં કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો નથી. લાગે છે આજે ભાજપની સોશિયલ મીડિયા ટીમ દશેરાની રજા મનાવી રહી છે.

Most Popular

To Top