સુરત(Surat): શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં મધુવન સર્કલ નજીક વોક વે મોલમાં (WalkWayMall) શેડ માટે ફ્રેઇમ બનાવતા મજૂરનું લોખંડનો સળિયો માથામાં અફડાતા મોત (LabourDeath) નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
- અડાજણમાં વોક વે મોલમાં છપરા માટે ફ્રેઇમ બનાવતા મજૂરનું લોખડનો સળિયો માથામાં અફડાતા મોત
પ્રાપ્ત માહિતી અનુસાર 21 વર્ષીય આનંદ 21 દિવસ પહેલા જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. વેલ્ડીંગ કરતી વખતે અચાનક લોખંડનો સળિયો માથા સાથે અથડાતા બેભાન થઈ ગયા બાદ આનંદને સિવિલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક સાથે કામ કરતા મજૂરોએ જણાવ્યું હતું કે 15 દિવસથી કામ ચાલી રહ્યું હતું. 4 મજૂરો વોક-વે મોલમાં શેડ માટે ફ્રેઇમ બનાવી રહ્યા હતાં આજે અચાનક આનંદ રાજભરનો પગ એક લોખંડના સળિયા પર પડ્યો અને સળિયો ઉછળીને માથામાં ભટકાયો એટલે આનંદ બેભાન થઈ ગયો હતો. આનંદ ને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ ગયા હતા. જ્યાં એને મૃત જાહેર કરાયો હતો
વધુમાં જણાવ્યું હતું કે શેડની ફ્રેઇમ બનાવવાનો કોન્ટ્રાકટ મોહિત ભાઈ નામના કોન્ટ્રાક્ટરે લીધો હતો. હાલ એ બહારગામ છે તેને જાણ કરી દેવાઈ છે. ઘટના આજે સવારે લગભગ 9:30 વાગ્યાની છે. આનંદ રાજભર અડાજણ પાલનપુર જકાતનાકા પાસેની સંત તુકારામ સોસાયટીમાં રહેતો હતો. ઘટના સમય એ એની સાથે બીજા ત્રણ મજૂર કામ કરતા હતા. વોચમેનની નજર સામે ઘટના બની છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.