Madhya Gujarat

સંતરામપુરના ચીંચાણી ગામે વીજળી પડતાં એક યુવતીને એક બળદનું મોત

સંતરામપુર: સંતરામપુર તાલુકામાં ગત તા.13મી રોજ સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ચીંચાણી તલાવ ફળીયામાં રહેતી યુવતી સુરેખાબેન ગુલાબ કટારા (ઊ.વ.24)ની ઘરથી થોડેક દૂર ખેતરમાં બળદ બાંધેલ હોઈ તેને છોડીને ઘરે લાવવા ખેતરમાં ગયા હતા.  દરમિયાન આકાશમાંથી અચાનક કડાકા સાથે યુવતી અને બળદ ઊપર વીજળી પડતા ઘટના સ્થળે જ યુવતી સુરેખાબેનનું અને બળદનું કરુણ મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ સંતરામપુર પોલીસ મથકે કરતાં પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મરનાર યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સરકારી સ્ટેટ હોસ્પીટલ સંતરામપુરમાં મોકલવામાં આવી હતી. જયાં મરનારની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને લાશનો કબજો તેમના સગાંઓને સોંપ્યો હતો. મરનાર બળદનું પણ સંતરામપુર પશુચિકિત્સકે પોસ્ટ મોર્ટમ કર્યું હતું.

કડાણાના સરસવા ઉત્તર ગામે વીજળી પડતાં ત્રણને ઇજા

કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામે જુની ગ્રામ પંચાયત નજીકમાં આવેલ જેસીંગ સોમાભાઈ વાગડીયાના ઘર પર તા.12-7-21ના રોજ રાત્રે આશરે આઠ વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં અને અચાનક વીજળી પડતા ઘરમાં રહેલ જેસીંગ સોમાભાઈ વાગડીયાને શારદાબેન જેસીંગ સોમાભાઈ વાગડીયા અને સુખીબેન જેસીંગ વાગડીયા અને ઈજાઓ થઇ હતી. વીજળી પડતા સુખીબેનને પેટના ભાગે અને મોઢા અને કાનના ભાગે ઈજાઓ થતાં તેઓને વધુ સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે અન્ય ઈજાગ્રસ્તને સથાનિક કક્ષાએ સારવાર આપવામાં આવેલ હતી. વીજળી પડતાં ઘરને પણ નુકશાન થવા પામ્યું છે.

Most Popular

To Top