વડોદરા : શહેરના નવાપુરામાં રહેતા કનૈયાલાલ સોલંકીનો 24 વર્ષીય પુત્ર હર્ષ સોલંકીના ધરથી 50 મીટરના તદ્દન નજીક ના અંતરે રહેતી સમાજની 20 વર્ષીય યુવતી સાથે ઘણા સમય થી પ્રેમ સંબંધ હતો. બંનેના ગાઢ પ્રેમ સંબંધની પરિવારજનોને જાણ હતી. ગઈકાલે તે યુવતીને મળવા માટે તેના ઘરે રાત્રે ગયો હતો. મધરાત્રે અઢી વાગે પ્રેમિકાએ પ્રેમીના પરિવારજનો જાણ કરતા યુવતીના ઘરે દોડી ગયા હતા. જ્યાં હર્ષ લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં જમીન પર નજરે ચડ્યો હતો. પરિવારજનો રિક્ષામાં તેને બેભાન હાલતમાં લઈને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સાડા ત્રણ વાગ્યાના સુમારે હર્ષને તબીબોએ મૃત જાહેર કરાયો હતો.
જુવાનજોધ હર્ષના આકસ્મિક મોંત અંગે પરિવારજનોએ યુવતીના અને તેના સગા સંબંધી સામે શંકાની સોય તાકી હતી. નવાપુરા પોલીસે બનાવ સંદર્ભે મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી શકમંદોની અટકાયત સાથે પૂછપરછ શરૂ કરી છે. અકસ્માતે મોતના ગુના બાદ નવાપુરા પોલીસ હત્યાનો ગુનો નોંધે તેવી શક્યતા છે. રહસ્યમય સંજોગોમાં મોત ને ભેટેલા યુવાન હર્ષના આકસ્મિક મોત અંગે તપાસ કરતા પીઆઇ ચેતન દેસાઇ એ જણાવ્યું હતું કે બનાવમાં હત્યા અંગે ના કોઈ મુદ્દા જ નથી. માત્ર માથામાં જ ઈજા પહોંચી હતી બાકી આખા શરીરમાં ઍક પણ જગ્યાએ ઊઝરડો સુધ્ધા જૉવા મળ્યો નથી. છતા પણ પીએમ રિપોર્ટ આવ્યાં બાદ તપાસની દિશાને ચોક્કસ પગેરું મળશે.