સુરત: સુરતના (Surat) અડાજણમાં (Adajan) કેબલ બ્રિજ (Cable Bridge) નીચ તાપીમાં (Tapi) માછલા પકડવા ગયેલો યુવાન તાપીમાં ડૂબી (Drowned) ગયો. મળતી માહિતી અનુસાર મિત્ર સાથે તાપી નદીના કિનારે માછલા પકડવા ગયેલો યુવાન તાપી નદીના ઊંડા પાણી ડૂબી ગયો હતો. ફાયર વિભાગને કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચી યુવાનને તાપી નદીમાંથી બહાર કઢાયો હતો. યુવાનને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
સુરતના અડાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ નીચે તાપી નદીમાં માછલા પકડવા ગયેલો યુવકનું તાપી નદીમાં ડૂબી જતા મોત નિપજ્યું છે. અડજાણ વિસ્તારના હરીચંપા નજીક મહાદેવનગર કોલોનીમાં રહેતા 29 વર્ષીય દેવેન્દ્ર રમેશભાઈ રાઠોડ તેના મિત્રો સાથે કેબલ બ્રિજ નીચે તાપી નદીમાં માછલા પકડવા ગયો હતો, ત્યારે તાપી નદીમાં પાણી ઊંડા હોવાના કારણે દેવેન્દ્ર પાણીમાં ડૂબવા લાગ્યો હતો. મિત્રોએ જ્યારે જોયું કે દેવેન્દ્ર પાણીમાં ડૂબી રહ્યો છે ત્યારે તેઓ સમગ્ર તેને બચાવવાના પ્રયત્નો કરવા લાગ્યા હતા. પરંતુ તેઓ નિષ્ફળ જતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાનો કોલ મળતા જ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચી યુવકને બચાવવા જહેમત ઉઠાવી હતી. જવાનોએ યુવકને તાપીમાંથી બહાર કાઢ્યો હતો. યુવાનને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો, જો કે 108ના ડૉક્ટરે તેને મૃત જાહેર કરાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફાયર વિભાગના અધિકારી સંપથ સુથાર પાસે મળતી માહિતી અનુસાર આજે બપોરે લગભગ 1:20ની આજુબાજુ કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી તાપીમાં ડૂબી રહેલા યુવાનને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. યુવાનને તાપી નદીમાંથી બહાર કઢાયો હતો. પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ દેવેન્દ્ર રમેશ રાઠોડ હોવાનું સામે આવ્યું છે.