Dakshin Gujarat

દિલધડક રેસ્ક્યુનો LIVE VIDEO: ધસમસતા પાણીમાં ફસાયેલા યુવકને ઝઘડિયાના ટ્રાફિક કોન્સ્ટબલે જીવના જોખમે બચાવ્યો

ભરૂચ,ઝઘડિયાઃ ઝઘડિયા પંથકમાં આજે બુધવારે સવારે ધસમસતા વરસાદી પાણી ચારેકોર ફેલાઈ ગયા હતા. ઝઘડિયા GIDCની એક કંપનીમાં પોતાની બાઈક લઈને આવતા ખરચીથી GIDC જવાના રોડ પર અચાનક પાણી આવતા ધસમસતા વહેણમાં ફસાઈ ગયો હતો. આજુબાજુ પાણીનો પ્રવાહનો યુવકને કેડ સુધી આવી જતા પોતાના માથે હેલ્મેટ અને રેઇનકોટના સહારે ઉભા રહેવાની નોબત આવી હતી.

ત્યારે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ જયેશ પ્રજાપતિ ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેઓએ પાણીમાં ફસાયેલા યુવકને જોયો હતો. આ યુવકને બચાવવા માટે કોન્સ્ટેબલ પાણીમાં ઉતર્યો હતો. પોતે જ પોલીસ ડ્રેસમાં સાથે સ્થાનિક તરવૈયાઓ સાથે જ ધસમસતા પાણીમાં રેસ્કયુ કરવા માટે કુદી પડ્યા હતા. ખુબ જ તકેદારીથી આ યુવકને દોરડા વડે સહીસલામત રીતે બહાર કાઢ્યો હતો. પોલીસકર્મીની જીંદાદિલી જોતા જ સોશ્યિલ મીડિયા પર લોકોએ વખાણેલી પોસ્ટ કરી હતી.

અંકલેશ્વરમાં ઘોડાપૂર આવતા 4 ઘોડા તણાયા
અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલાખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આમલાખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 ઘોડા પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ પાણી ભરાવાના કારણે GIDC વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો. જેથી અનેક વાહનચાલકો સહીત રાહદારીઓએ અટવાયા હતા.

ભારે વરસાદના કારણે ત્રણ રસ્તાઓ ભારેખમ વાહનો માટે બંધ કરાયા
હવામાન ખાતાની રેડ એલર્ટની આગાહીના આધારે ભરૂચ જિલ્લામાં બુધવારે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાની વિગતો મળી રહી છે. ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ત્રણ જેટલા રસ્તાઓ ઓવરટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરવાની નોબત આવી છે. જે મુજબ વાલીયા તાલુકામાં આવેલા વાલીયા વાડી- રોડ અને વાલીયા દેસાડ, સોડગામ,ગુંદીયા પેટીયા મૌઝા અને ઝઘડીયા તાલુકાનો રાજપારડી અવિધા ઝરસાડ રોડ ઓવર ટોપીંગને કારણે હાલ ભારે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો આ રોડ માટે સમાંતર આવેલા વાલિયા- નેત્રંગથી ચાસવડ- કવચીયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવ્યાછે. જ્યારે વાલીયા – દેસાડ- સોડગામ-ગુંદીયા –પેટીયા- મૌઝા રોડને બંધ કરવામાં આવતા વૈકલ્પિક રસ્તાઓનો નાના વાહનોને દેસાડથી કરસાડ- પણસોલી -લુણા થઈ સોડગામ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ઝઘડીયા તાલુકાનો રાજપારડી અવિધા ઝરસાડ રોડના સ્થાને અંકલેશ્વર રાજપીપળા રોડ પર થઈ ઝઘડીયા જઈ શકાશે.

Most Popular

To Top