National

યુવકે ગર્લફ્રેન્ડને રેઈનકોટ આપ્યો અને મુંબઈની લોકલ ટ્રેનો અટકી ગઈ!, એવું તો શું બન્યું..જાણો..

મુંબઈઃ છેલ્લાં કેટલાંક દિવસોથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે એક વિચિત્ર ઘટના મુંબઈમાં બની છે. ગર્લફ્રેન્ડને વરસાદથી બચાવવા એક યુવકે રેઈન કોટ ફેંક્યું અને મુંબઈની લાઈફલાઈન સમાન લોકલ ટ્રેનો અટકી ગઈ હતી. અડધો કલાક સુધી ટ્રેનો અટકી ગઈ હતી. એટલું જ નહીં ટ્રેનો અટકાવી દેવાના ગુનામાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ટ્રાફિક જામ અને લોકલ ટ્રેનોમાં વિલંબના કારણે ઓફિસ જનારાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દરમિયાન એક એવી ઘટના પ્રકાશમાં આવી છે. જેના લીધે મુંબઈ રેલ્વેને મોટું નુકસાન થયું છે. ગર્લફ્રેન્ડને વરસાદથી ભીંજાવાથી બચાવવા માટે એક છોકરાએ એવું કામ કર્યું કે લોકલ ટ્રેન થંભી ગઈ. ઘણી મહેનત પછી ટ્રેનો ફરીથી શરૂ થઈ શકી.

ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલા યુવકે બીજા પ્લેટફોર્મ પર ઊભેલી તેની ગર્લફ્રેન્ડને વરસાદથી બચાવવા માટે રેઈનકોટ ફેંક્યો હતો આપ્યો. પરંતુ આ રેઈનકોટ એવી રીતે આપવામાં આવ્યો હતો કે ટ્રેન સ્ટેશન પર જ ઊભી રહી ગઈ હતી. જેના કારણે ચારે તરફ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. લોકલ ટ્રેન લગભગ 25 મિનિટ સુધી ઉભી રહી હતી.

ખરેખર, સુમિત ભાગ્યવંત નામનો 19 વર્ષનો યુવક ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ઊભો હતો અને ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. વરસાદથી બચવા માટે તેણે રેઈનકોટ પહેર્યો હતો. તેની ગર્લફ્રેન્ડ પ્લેટફોર્મ નંબર 2 પર તેના પ્લેટફોર્મની સામે જ ઊભી હતી. તે વરસાદથી ભીની થઈ રહી હતી. તેની ગર્લફ્રેન્ડને વરસાદથી બચાવવા માટે સુમિતે પોતાનો રેઈનકોટ પૂરા જોશથી પ્લેટફોર્મ નંબર 3 તરફ ફેંક્યો હતો.

જોકે, આ રેઈનકોટ પ્લેટફોર્મની વચ્ચે રેલવે લાઈનની ઉપરના એકદમ વીજ વાયર પર ફસાઈ ગયો હતો. રેઈનકોટ રેલવેના ઓવરહેડ વાયરમાં ફસાઈ ગયો હતો. પાણીથી લથબથ રેઈનકોટ ખુલ્લા ઈલેક્ટ્રીક વાયર પર લટકવા માંડ્યો હતો. ભીના રેઈનકોટના લીધે તણખાં ઉડ્યા હતા. તેથી હંગામો મચી ગયો હતો.

આ ઘટનાને પગલે રેલવે પ્રશાસન સતર્ક બની ગયું હતું. રેલવે લાઇનનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકલ ટ્રેનો રોકી દેવામાં આવી હતી. ભીનો રેઈનકોટ તાત્કાલિક ઉતારવામાં આવ્યો હતો.

રેઈનકોટ હટાવવામાં 25 મિનિટનો સમય વેડફાઈ ગયો હતો. આ દરમિયાન મુંબઈની ટ્રેન સેવા 25 મિનિટ માટે ઠપ થઈ ગઈ હતી. વીજ પુરવઠો બંધ થવાને કારણે વિવિધ સ્થળોએ ટ્રેનો થંભી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ રેલ્વે સ્ટેશન પર આવી દોડી ગઈ હતી.

યુવકને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો
આરપીએફએ વ્યક્તિને પકડીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. તેમની સામે રેલવે એકટ 174(C) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેના પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેતવણી આપ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનાને કારણે વેસ્ટર્ન લાઇનની લોકલ ટ્રેન સેવા 25 મિનિટ માટે ઠપ થઈ ગઈ હતી. જેના કારણે 5 લોકલ ટ્રેનો રદ કરવી પડી હતી. 2 ટ્રેનોને ચર્ચગેટ ખાતે અન્ય પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે રેલવે પ્રશાસન તરત સર્તક થઈ ગયું હતું.

Most Popular

To Top