SURAT

કાપોદ્રામાં રબારી યુવકે જાહેરમાં 17 વર્ષની યુવતીનો શર્ટનો કોલર પકડી કર્યું આવું…

સુરત : સુરતના કાપોદ્રા વિસ્તારમાં માથાભારે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. અહીં એક રબારી યુવકે સામાન્ય ઝઘડામાં 17 વર્ષીય યુવતીના શર્ટનો કોલર પકડી લઈ છેડતી કરી હતી અને અન્ય મહિલાને તમાચો મારી દીધો હોવાનો બનાવ બનવા પામ્યો છે.

કાપોદ્રા ખાતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકને રબારીએ માથામાં કંઇક મારી દીધું હતું. યુવક ઘરે લોહીલુહાણ હાલતમાં પહોંચ્યો હતો. જેથી તેની કાકી અને બહેન આ રબારીને પુછવા ગઈ તો તેમણે કાકીને તમાચો માર્યો હતો. અને બહેનની છેડતી કરી હતી.

  • સામાન્ય ઝઘડામાં રબારીએ યુવકની કાકીને તમાચો મારી બહેનની છેડતી કરી
  • કાપોદ્રામાં યુવકને મારતા લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો, કાકી અને બહેન પુછવા જતા ધમકી આપી

કાપોદ્રા ખાતે રવિપાર્કની સામે રહેતી 30 વર્ષીય પ્રિતીબેન પટેલ (નામ બદલ્યું છે) એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિતીબેન વડોદરા ખાતે પતિ અને સંતાનો સાથે રહે છે. પરંતુ બે અઠવાડિયાથી તેમના પિતાના ઘરે મળવા આવી છે. ગઈકાલે રાત્રે પ્રિતીબેનનો ભત્રીજો લોહીલુહાણ હાલતમાં રડતો રડતો ઘરે આવ્યો હતો.

ભત્રીજાને પુછતા કોઈ બાળકે તેમના બાળકને ધમકાવ્યો હતો. જેથી તે ત્યા પુછવા ગયો તો ભાવેશ રબારીએ તેને માથામાં પાછળથી કઈ મારી દીધુ હોવાનું કહ્યું હતું. જેથી પ્રિતીબેન તેમની ભત્રીજી અને માતાને લઈને ત્યાં ગયા હતા. ભાવેશભાઇ સુખાભાઇ રબારી, ભાવેશ ઉર્ફે ભાવો ઇસાભાઇ ભરવાડ તથા મયુર ત્યાં ઉભા હતા.

પ્રિતીબેને તેમના ભત્રીજાને કેમ માર્યો તેમ પુછતા ભાવેશ રબારી ઉશ્કેરાઈને અપશબ્દો બોલતો હતો. તે વખતે ભાવેશ ભરવાડે પ્રિતીબેનના 17 વર્ષની ભત્રીજીના શર્ટનો કોલર પકડી શારિરીક છેડછાડ કરી હતી. અને ભાવેશ ભરવાડે તમાચો મારી દીધો હતો. બાદમાં તેમના પડોશી બેન વચ્ચે પડતા આ ભરવાડે જામથી મારી નાખવાની ધમકી આપી હતી.

Most Popular

To Top