સુરત: સુરતના (Surat) કામરેજ રોડ પર પાસોદરા પાટીયા વિસ્તારમાં રહેતા અને બેંકીંગ એકેડેમીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા 33 વર્ષીય યુવકે તેની પત્નીના મેડિકલ ચેકઅપ (Medical CheckUp) માટે ગુગલ (Google) પરથી અમદાવાદની હોસ્પિટલનો (Hospital) નંબર મેળવી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ (Online Appointment) માટે કોલ કર્યો હતો. સામેવાળા ભેજાબાજે યુવકને લિંક મોકલી ડિટેલ મેળવી લીધા બાદ બે તબક્કામાં રૂપિયા 97 હજાર ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા.
સરથાણા પોલીસના જણાવ્યા મુજબ પાસોદરા પાટીયા વિસ્તારમાં આવેલી સિધ્ધીવિનાયક ગ્રીન સોસાયટીમાં રહેતા મયુર વાલજીભાઈ કોરાટ(ઉ.વ. 33) બાપાસીતારામ ચોક સિલ્વર બિઝનેશ હબમાં બેન્કીંગ એકેડમીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. મયુરે ગત તા 23 માર્ચના રોજ તેની પત્નીના મેડીકલ ચેકઅપ માટે ગુગલ પરથી અમદાવાદની કે.ડી હોસ્પિટલનો નંબર મેળવી તેના ઉપર કોલ કર્યો હતો. કોલ કરતા હોસ્પિટલના સિસ્ટમની કેસેટ વાગી હતી જેમાં એમીગ્રેશન મેડીકલ ચેકઅપ માટે ૫ નંબરડ ડાયલ કરવાનું કહેતા તેઓ 5 નંબર ડાયલ કરતા અજાણ્યા વ્યક્તિને કોલ ટ્રાન્સફર થયો હતો.
અજાણ્યાએ પોતે કે.ડી હોસ્પિટલમાંથી બોલું છે સર બોલીયે હોવાનું પુછતા મયુરે તેની પત્નીના મેડિકલ ચેકઅપ માટે ઓનલાઈન એપોઈમેન્ટ બુક કરવાની હોવાનું કહેતા અજાણ્યાએ ઠીક હે સર હમ આપકો પુરા સપોર્ટ કરેંગે, હમારે એમ્પ્લોય આપકો સામને સે કોલ કરેંગે, કહ્યા બાદ પાંચેક મિનીટમાં અજણ્યાએ કોલ કરી એપોઈમેન્ટ માટે વોટ્સઅપ ઉપર લિંક મોકલી ફોર્મ ફરી 5 રૂપિયા ટ્રાન્જેકશન કરવાનું કહ્યું હતું.
અજાણ્યાના કહેવા મુજબ મયુરે એપોઈમેન્ટ બુક કરવા માટે મોકલેલી લિંક ઓપન કરી ફોર્મ સબમીટ કરવાની સાથે પાંચ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અજાણ્યાએ આપકા પેમેન્ટ હો ગયા હોગા આપકો મેસેજ આ જાગેયા કહ્યું હતું પરંતુ કોઈ મેસેજ ન આવતા મયુરે કોલ કરી એપોઈમેન્ટ કેન્સલ કરાવવી છે જેથી અજાણ્યાએ એપોઈમેન્ટ કેન્સલ થઈ જશે અને રૂપિયા ખાતામા રિફંડ મળી જશે એવું કહ્યું હતું.
જોકે બીજા દિવસે એટલે કે 24 માર્ચના રોજ ખાતામાંથી બે તબક્કામાં 97 હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા ચોકી ઉઠ્યા હતા. મયુરને ખ્યાલ આવી ગયો કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે જેથી ગુરુવારે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.