Dakshin Gujarat

ભરૂચના જંબુસરના યુવકની દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં હત્યા, VIDEO

ભરૂચ,જંબુસર: વિદેશની ધરતી પર રોજગારી માટે જતા ભારતીયો ઉપર હુમલા અને હત્યાની ઘટનાઓ ભારતમાં રહેતા પરિવારજનો માટે ચિંતાનો વિષય બનતી હોય છે. દક્ષિણ આફ્રિકામાં (South Africa) વધુ એક ભારતીયની (Indian Murder) નીગ્રો (Nigro Robbers) લૂટારો દ્વારા હત્યાનો મામલો સામે આવ્યો છે. જંબુસરનો (Jambusar) યુવક જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગની દક્ષિણ આફ્રિકામા ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. નીગ્રો લૂંટારૂઓએ જોહનીસબર્ગમા આવેલા ફોડ્સ બર્ગ ટાવર પાસે ગોળી મારી જુબેર પટેલની હત્યા કરી છે. મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા નીગ્રો લૂંટારુઓએ ગોળીબાર કરતા જુબેરને ગોળી વાગી હતી જેના લીધે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

  • પરિવારમાં માતમનો માહોલ, ભારતીયો ઉપર હુમલાની ઘટના બાબતે સરકાર પગલાં ભરે તેવી માંગ ઉઠી

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર જુબેર પટેલ મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરનો વતની છે. દક્ષિણ આફિકાના જોહનીસબર્ગમાં તે રોજગારી માટે ગયો હતો. જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં તે મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો. સોમવારે જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં નીગ્રો લૂંટારુઓ ત્રાટક્યા હતા. સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકોને ધમકાવી બાનમાં રાખવા નીગ્રો લૂંટારુએ બંદૂક બતાવી હતી. આ દરમ્યાન નાસભાગ મચી જતા લૂંટારૂએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં જુબેર પટેલને ગોળી વાગી જતા તે ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો દ્વારા જુબેરને તાત્કાલિક સારવાર અપાવવા પ્રયત્ન કરાયો હતો પરંતુ તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ઘટનાના પગલે જોહનીસબર્ગ પોલીસ ફોડ્સ બર્ગ ટાવર દોડી આવી હતી.

પરિવારને વતનમાં છોડી જુબેર પટેલ વિદેશની ધરતી ઉપર રોજગારી માટે ગયો હતો. સારા ભવિષ્યના નિર્માણ માટે વતનથી સેંકડો કિલોમીટર દૂર ગયેલા જુબેર સાથે એવી ઘટના બની કે તેના પરિવારને ભાવિ અંધકાર તરફ ધકેલાઈ જવાનો ભય વર્તાઈ રહ્યો છે. ગોળીબારમાં જુબેર પટેલની હત્યાના સમાચાર જંબુસર પંથકમાં આવતા પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. અચાનક આવેલા માઠાં સમાચારથી પરિવારજનો હેબતાઈ ગયા હતા. પરિવાર ઉપર આવી પડેલી અંધારી આફતના પગલે સાંત્વના આપવા સ્વજનો તેમજ મિત્રો જાવેદ પટેલના ઘરે પહોંચ્યા હતા.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ઉલ્લેખનીય છે કે સમયાંતરે આફ્રિકામાં ભારતીય યુવાનો નીગ્રોના હુમલાનો શિકાર બને છે. ઘણા લોકોએ આ હુમલાઓમાં જીવ પણ ગુમાવ્યા છે. વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજન આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે જે ભારત સરકાર જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top