લિફ્ટને કારણે અવારનવાર દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે સુરતમાં લિફ્ટ તૂટી પડતાં એક કામદારનું મોત થયું હતું. યુવકના મોતને લઈને પરિવારજનોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન લેવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ મૃતકની માતા સહિતનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં ન્યાયની માગ સાથે બેઠો છે.
અડાજણ વિસ્તારમાં આવેલા વીરભદ્ર ગ્લોબલ ઓએસિસ બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ હતી. સામાન ચડાવતી વખતે લિફ્ટ તૂટી પડી હતી. જેથી યુવક કચડાઈ ગયો હતો. યુવક પર લિફ્ટ પડતાં તેનું મોત થયું હતું. જેને લઈને પરિવારજનો તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવતાં પરિવારજનોએ રોકકળ કરી મૂકી હતી.
સુનિતા પાટીલે કહ્યું કે, મયુર પાટીલ મારો દીકરો હતો. તે સૂતો હતો. ત્યારે અમિત સરનો ફોન આવ્યો કે, મયુર માલ ચડાવવાનો છે આવ.. મેં ના પાડી પણ તેણે શેઠે બોલાવ્યો હોવાથી ગયો હતો. એક કલાક થઈ ગઈ હતી. જેથી હું ઉપર ગઈ હતી. મેં કહ્યું કે આ પથ્થર ઉપર ન જાય તેમાં. ત્રણ આદમી ઉપર હતાં. એક નીચે હતો. મેં તેને બોલાવ્યો હતો. કહ્યું કે, ચાલ ટાઈમ થઈ ગયો છે. મોબાઈલ ચાર્જર લઈને આવવાં કહ્યું હતું. 13માં માળેથી હું 7માં માળે આવી હતી. ઝૂલો હલતો હતો. જેથી મેં જોયું કે, લિફ્ટ નીચ પડી તેની સાથ મારો દીકરો પણ નીચે પડ્યો હતો. મારી પાસે કોઈ નહોતું. ચારેયને પકડીને બહાર કાઢ્યાં હતાં. મારો દીકરો જ ઘર ચલાવતો હતો. મને ન્યાય નહીં મળ ત્યાં સુધી હું કોઈને મૃતદેહને હાથ લગાવવાં નહી દઉં..
