Charchapatra

સ્ત્રીનું જીવન

સ્ત્રી ત્યાગની મૂર્તિ છે. સ્ત્રીની શક્તિ વિશે અનુમાન કરવું અશકય છે. સ્ત્રી પાસે કળાત્મક શક્તિ છે. સ્ત્રી દરેક માટે પ્રેરણાત્મક અને માર્ગદર્શક છે. સ્ત્રી સૌંદર્યનું કેન્દ્ર છે. તેનું હૃદય ફૂલ જેવું કોમળ હોય છે. સ્ત્રીઓ ત્રણ પ્રકારની મેનેજમેન્ટમાં પાવરફુલ છે.

(1) સંબંધનું મેનેજમેન્ટ (2) ટાઈમ મેનેજમેન્ટ (3) વર્ક મેનેજમેન્ટ. સ્ત્રી સહનશક્તિ માટે ઓળખાય છે. સાથે સાથે તે સાહસિક પણ છે. પર્વતો ચઢવા, યુદ્ધ કરવું, વગર મૂડીએ ધંધો કરવો… દુનિયામાં આટલાં જ સાહસનાં કાર્યો નથી. સાહસ બહુ મોટો શબ્દ છે.

એમાં વળી સ્ત્રીની વાત કરીએ તો એનાં સાહસો વિશિષ્ટ છે. સંબંધ, કુટુંબ, જવાબદારી એ એમનાં સાહસ ક્ષેત્રો છે. સ્ત્રી સલામતીમાં માને છે તેથી ઘરનાં દરેક સભ્યોને સાચવશે. પણ જયારે જરૂર પડે ત્યારે પોતાની સલામતીની આશા પણ રાખશે. હાલ દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ વધી રહી છે. પુરુષને શરમાવે એવાં એવાં સાહસો અને સિદ્ધિઓ સ્ત્રીઓ હાંસલ કરી રહી છે.

પરંતુ સલામતીની બાબતમાં કયાંક પાછળ પડી જાય છે. આપણે જાણીએ છીએ કે દરરોજ આપણને બળાત્કારના કિસ્સાઓ સાંભળવા મળે છે. એટલે કે પોતાની સલામતીમાં સ્ત્રી પાછળ પડી જાય છે. તો વિશ્વ મહિલા દિવસે સ્ત્રીના જીવનને જાણીએ, સમજીએ, સ્ત્રીની સલામતી જાળવીએ અને તેને માન આપવાના પ્રયત્નો કરીએ.

અમરોલી –  પાયલ વી. પટેલ         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top