SURAT

ઢોર પકડવા ગયેલા સુરત મનપાના કર્મચારીઓ પાસે મહિલા દાતરડું લઈ ધસી ગઈ અને…

  • સચિનમાં મનપાની ટીમ પર હુમલો કરી મહિલા દાતરડાથી રસ્સી કાપી ત્રણ પશુ છોડાવી ગઇ
  • માર્કેટ વિભાગની ટીમ સાથે ગયેલા એસઆરપી જવાનો મુક સાક્ષી બની તમાસો જોતા રહ્યા
  • મનપાએ વધુ 37 ઢોર પકડયા, ચાર પશુપાલકો સામે પોલીસમાં અરજી

સુરત : મુખ્યમંત્રીના (Chief Minister) આદેશ બાદ સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા શહેરમાં રખડતા ઢોર (Stray cattle) પકડવાની ઝુંબેશ વધુ સઘન બનાવાઇ છે. જો કે સુરત મનપાને આ કામગીરીમાં પશુપાલકો સાથે ઘર્ષણ પણ થઇ રહ્યુ છે. સિક્યુરીટી ગાર્ડ અને સરકારે ફાળલેવી એસઆરપીને સાથે રાખી રખઢતા ઢોર પકડવાની ઝુંબેશ ત્રણ દિવસથી ચાલી રહી છે. જો કે પોલીસ નહીં હોવાથી ઘણી જગ્યાએ ટીમને પરત ફરવુ પડી રહ્યું છે. મંગળવારે સચિનમાં મનપાની ટીમ પર હુમલો કરી એક મહિલા દાતરડાથી રસ્સીઓ કાપી પોતાના ત્રણ પશુ છોડાવી ગઇ હતી.

સુરત મનપાના માર્કેટ વિભાગ દ્વારા સતત ત્રીજા રખડતા ઢોર સામેની ઝુંબેશ ચાલુ રહી હતી અને સાંજ સુધીમાં 37 ઢોર પકડવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસ બંદોબબસ્ત વગર મનપાના માર્કેટ વિભાગને ઘણા વિધ્નો પણ આવી રહ્યાં છે. મંગળવારે સચિનમાં રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ટીમનો વિરોધ થયો હતો. માર્કેટ વિભાગની ટીમે 4 રખઢતા ઢોર પકડ્યા હતા. તેને એક મહિલા દાતરડા સાથે ઘસી આવી હતી અને એસઆરપીની હાજરીમાં જ દાતરડાંથી દોરડા કાપી પોતાના પશુ છોડાવી ગઇ હતી. અને એસઆરપીની ટીમ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી હતી. આ પ્રકરણમાં ચાર પશુપાલકો સામે પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

મનપાની ટીમોને વાયરલેસની તાલીમ અપાઇ, આઇ ત્રિપલ સાથે કનેક્ટ કરાયા
રખડતા ઢોર પકડવાની કામગીરી શહેરમાં રખડતા ઢોર પકડવા માટે ઢોર ડબ્બા પાર્ટી ટીમના તમામ સભ્યોને વારલેસની ટ્રેનિંગ અપાઇ છે. તેમજ આઇ ત્રિપલ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં રસ્તે રખડતા 72 ઢોરને પકડવામાં આવ્યા છે. રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે સખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા પણ સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top