Madhya Gujarat

પીપલોદ પાસે પેસેન્જર ભરેલ છકડો પલટી જતાં એક મહિલાનું મોત થયું

દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ઓવર બ્રીજ નજીક એક પેસેન્જર ભરેલ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં છકડો પલ્ટી ખાઈ જતાં અંદર પેસેન્જરોને શરીરે ઈજાઓ થવા પામી હતી. ત્યારે એક મહિલાને ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક છકડાનો ચાલક ગત રોજ પોતાના છકડામાં પેસેન્જરો ભરી પીપલોદ થી ગલીયાગોટ ગામેથી જઈ રહ્યો હતો. આ દરમ્યાન રસ્તામાં પીપલોદ ઓવર બ્રીજ નજીક આ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો અને અંદર બેઠેલ પેસેન્જરો છકડામાંથી ફંગોળાતાં તેઓને શરીરે ઈજાઓ પહોંચી હતી.

આ પૈકી દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે નિશાળ ફળિયામાં રહેતાં કોકીલાબેન પરમારને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે મૃતક કોકીલાબેનના પુત્ર મણીલાલ રણવીરસિંહ પરમાર દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે હાલ કોરોના મહામારીમાં સરકારી ગાઇડલાઇન મુજબ વાહનોમાં ગણ્યાગાઠ્યા પેસેન્જરો બેસાડવામાં આવે છે ત્યારે બીજી તરફ ગામડાઓમાં પોલીસની રાહબરી હેઠળ કહો કે નજર ચૂક ખાનગી વાહનવાળા થોડા રૃપિયા માટે પેસેન્જરોના જીવ દાવ પર લગાવી વાહનો હંકારે છે.

Most Popular

To Top