SURAT

સચિનમાં મેન્ટેનન્સ ભરવા બાબતે સમજાવવા ગયેલા રહીશો પર મહિલાએ પાવડા વડે હુમલો કર્યો : વિડીયો વાઇરલ

સુરત(Surat) : સચિનની (Sachin) મહાવીર સોસાયટીની (Mahavir Society) એક મહિલાએ (Women) સોસાયટીના રહીશો ઉપર પાવડા વડે હુમલો (Attack) કરતો વિડીયો વાઇરલ (Viral Video) થતા ચર્ચાનો વિષય બન્યો છે. નહીં પણ 3 મહિનાથી સોસાયટીનું પાણીનું બિલ અને મેઇન્ટેનસ ન ભરનાર મહિલા ને સમજાવવા જતા સોસાયટીવાસીઓ પર હુંમલો કરાયો હોવાની વિગતો જાણવા મળી છે.

વીડિયોમાં હુમલો કરનાર મહિલા પૂજા સિંહ હોવાનું અને તે પાવડા વડે હુમલો કરતી હોવાનું સ્પષ્ટ દેખાય છે. સોસાયટીના રહીશોએ મીટીંગ કરી મહિલાને સમજાવી માટે બોલાવી હતી. રહીશોએ પાણીનું કનેક્શન કાપી નાંખવાની વાત કરતા મામલો બગડ્યો હતો. હુમલાખોર મહિલાના હાથે ઘવાયેલા યુવાનને ખાનગીમાં સારવાર અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. હુમલાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમિત શર્મા (મહાવીર સોસાયટીના પ્રમુખ) એ જણાવ્યું હતું કે ઘટના રવિવારની સવારની છે. એક વર્ષથી પૂજા સિંહ નામની મહિલા પાણીનું બિલ અને મેન્ટેનન્સ આપતા ન હતા. વારંવાર એમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. બે મહિના પહેલા એક નોટિસ પણ આપી હતી.

એટલું જ નહીં પણ બીજા 8-10 જણાને ઉશ્કેરી મેન્ટેન્સ આપતા બંધ કરાવી દીધા હતા. આ બાબતે સોસાયટીના અન્ય પ્લોટ ધારકો પણ હવે મેન્ટેનન્સ અને પાણી બિલ આપવા બાબતે આનાકાની કરી રહ્યા હતા. આવું રહેશે તો સોસાયટીનો વહીવટ કેમ ચલાવવો એ પ્રશ્ન ઉભો થયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખી રવિવારે પુજા સિંહના ઘરના પાણીની લાઈન કાપી નાખવામાં આવી રહી હતી ત્યારે પૂજા સિંહે સોસાયટીના રહેવાસી સંજીવ ભાઈ પર હુમલો કરી દીધો હતો.

વધુમાં જણાવ્યું હતું કે પહેલા સોસાયટીના 280 પ્લોટ ધારકો પાસે પાણી ના બિલ અને મેન્ટેનન્સ ના રૂપિયા પૂજા બહેન ઉઘરાવતા હતા. જેની સામે તેઓ 10 હજાર નો ચાર્જ વસુલ કરતા હતા. બસ એક વર્ષથી આ કામગીરી તેમણે ઉપાડી લીધી અને એ પણ ફ્રી માં એ બાબત ને ધ્યાનમાં લઈ એમને આવું નાટક શરૂ કર્યું હતું. પાણી નું બિલ અને મેન્ટેનન્સ આપવાનું બંધ કરી બીજા પ્લોટ ધારકોને પણ આ બન્ને ચાર્જ નહિ આપવા તૈયાર કર્યા હતા. બસ તેને લઈ એમને સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. પણ કોઈ રીતે એ સમજવા તૈયાર નથી અને હવે હાથાપાઈ પર ઉતરી પડ્યા છે. આગામી દિવસોમાં સોસાયટીના અન્ય સભ્યો સાથે મળી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Most Popular

To Top