Business

વિરોધ દર્શાવવાની રીતમાં નકારાત્મકાયના દર્શન

એમટીબી કોલેજના આચાર્યની ઓફિસ કચરાથી ભરી દેવામાં આવીના શીર્ષક હેઠળ સમાચાર વાંચ્યા. એનએસએસ અને એનસીસી જેવી ઓફિસોમાં કચરો ફેંકાઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ કંટાળી ગયા હતા. વારંવાર રજૂઆત છતાં આચાર્યએ કોઇ એક્શન ન લેતાં આચાર્યની ઓફિસમાં કચરો ફેંકી વિરોધ નોંધાવ્યો. વિરોધ નોંધાવવાની રીતથી નવાઇ લાગી. એવું નથી કે લાગતું કે આજનો નાગરિક કચરો ફેંકનાર કે કચરો સાફ કરાવનાર બધાં પોતાની જવાબદારીઓમાંથી અભાન/અજાણ અવસ્થામાં છે કે પછી એવી માનસિકતામાં છે કે આ જવાબદારી મારી/આપણી/સહિયારી નહીં પરંતુ કોઇ બીજાની છે. આપણે જરૂરી પ્રગતિ કેમ નથી કરી રાખતા. જાપા, ચીન જેવા દેશો કેમ નૈતિકતા સ્વજવાબદારી દેશ માટે સજાગ છે. જાપાનના લોકો સંસ્થામાં વિરોધ નોંધાવવો હોય તો વધુ કાર્ય કરીને વિરોધ નોંધાવે. કેમ્પસના વિદ્યાર્થી મંડળો ભેગા મળીને એક સ્વસ્થ ભારત મિશન અંતર્ગત કેમ્પસની સાફસફાઇ અભિયાન કરી શક્યા હોત અને એક સારો દાખલો બેસાડી શકયા હોત. પરંતુ કોણ જાણે કેમ? બજારને પરેશાન કરીને વિરોધ નોંધાવી નુકશાની કરવાની માનસિકતા આટલી હદે કેમ ઘર કરી ગઇ હશે.
સુરત     – સીમા પરીખ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ટી.વી. ચેનલોનું વેપારીકરણ
ભારતમાં દરેક સેવાઓ અને રાજકારણના થઇ રહેલા વીજળીવેગી વેપારીકરણથી સમાજવ્યવસ્થાને ગંભીર અસર પહોંચી છે. ચેનલો પર રાજકીય પક્ષે જંગી રકમો ખર્ચી એન્કરો મારફતે પોતાનો એજન્ડા પ્રજા પર ઠોકી બેસાડે છે. વાસ્તવિકતાથી દૂર એવા બિકાઉ સમાચારો પ્રસારિત કરાય છે. હવે તટસ્થ મૂલ્યાંકન જોવા મળતું નથી. ચેનલો હવે કમાણીનું સાધન બની ગઇ છે. કેટલાક બની બેઠેલા ગુરુઓ ધાર્મિક ચેનલો પર પૈસાના જોરે નકારાત્મક પ્રચાર કરે છે. સનાતન ધર્મ અને સંસ્કૃતિને વિકૃત રીતે રજૂ કરે છે. ગાંધીની ખાદી પહેરવાના બદલે નેતાઓ રંગીન પોષાક પહેરી સંસદને હવે રંગભૂમિ બનાવી રહ્યા છે જે ચિંતાજનક છે.
વલ્લભ વિદ્યાનગર- જગદીશ ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top