SURAT

વરાછાના વિદ્યાર્થીને યુટ્યૂબ પર વીડિયો જોઈ રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી

સુરત: વડોદરાની (Vadodara) પારૂલ યુનિવર્સિટીમાં (Parul University) બી.ટેકનો અભ્યાસ કરતા વરાછા (Varacha) એલ.એચ.રોડ વિસ્તારનો વિદ્યાર્થી સાયબર ક્રાઈમનો (Cyber Crime) શિકાર બન્યો છે. ચેગ ઈન્ડિયા (Chegg India) કંપનીના નામે મહિલાએ વિદ્યાર્થીને (Student) મેસેજ કરી પાર્ટ ટાઈમ જોબના (Part Time Jobe) બહાને ટાસ્ક પુર્ણ કરવાના બહાને લિંક મોકલી ખાતામાંથી રૂપિયા 1.49 લાખ ટ્રાન્સફર કરી લઈ ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) કરી હતી.

વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા એલ.એચ.રોડ પર ઈશ્વરકૃપા સોસાયટીની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મોવીન બીપીનભાઈ કુકડીયા (ઉ.વ.23) વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરે છે. મોવીનને ગઈ તા. 10મીના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.

મેસેજ કરનાર પોતાની ઓળખ ચેગ ઈન્ડિયા કંપનીમાંથી રીક્રુટ નિશા તરીકે આપી હતી. અને અમારી કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ આપે છે જેમાં તમારે 10 થી 20 સેકન્ડ યુટ્યુબ પર ઓનલાઈન વીડીયો જોવાના હોઈ છે અને તેને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાના રહેશે તમે દરરોજની તમારી થોડી સેકન્ડ આપો અને તેના માટે અમે તમને રૂપિયા 2000 થી 30000 સુધી મળશે.

લોભામણી વાતોમાં આવી મોવીનએ હા પાડી અને નામ, ઉંમર,સરનામુ, ફોન નંબર સહિતની માહિતી મોકલી આપી હતી. ત્યારબાદ ટાસ્ક માટે યુટ્યુબની લીંક મોકલી હતી. જેમાં વિડીયો સબક્રાઈબ અને લાઈક કરી તેના સ્ક્રીનશોટ મોકલી આપ્યા હતા. નિશાએ અલગ અલગ લીંકો મોલકી ટાસ્ક પુર્ણ કરવાના બહાને અલગ અલગ યુ.પી.આઈ.ડી ઉપરથી કુલ રૂપિયા 1,49,000 ટ્રાન્સફર કરાવડાવી છેતરપિંડી કરી હતી. મોવીન કુકડીયાએ બનાવ અંગે ગુરુવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઓનલાઈન હોટલ બુક કરવાના ચક્કરમાં યુવકે 3500 ગુમાવ્યા
સુરત: ઉધના મગદલ્લા રોડ સોમનાથ સોસાયટીમાં રહેતા અને શેરખાન લિમિડેટ કંપનીમાં નોકરી કરતા ક્રિષ્ણકુમાર નવિનભાઈ રાણા (ઉ.વ.29) ગઈ તા 3જી મેના રોજ તેના ઘરે મિત્રો સાથે બેસીની સેલવાસ ફરવા જવાનો પ્લાન બનાવતા હતા. તા. 13 અને 14 એમ બે દિવસ ફરવા જવા માટે મોબાઈલના ગુગલ એપ્લીકેશન માટે હોટલ સર્ચ કરી મોબાઈલ નંબર મેળવી કોલ કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતો હતો.

થોડીવાર સામેથી બીજા મોબાઈલ નંબર પરથી તેના મિત્ર કિશનને ફોન કરી હોટલ સર્ચ કરી તો તમારે રૂમ બુક કરાવાનો છે હોવાનું પુછ્યું હતું. જેથી ક્રિષ્ણકુમાર અને તેના મિત્રોએ ત્રણ રૂમ બુક કરવાના હોવાની વાત કરતા રૂપિયા 3500 ઓનલાઈન ટ્રાન્સફર કરી મેળવી લીધા હતા.

સાંજ સુધીમાં હોટલ બુકિંગની રિસિપ્ટ નહી આવતા ક્રિષ્ણકુમાર અને તેના મિત્રોએ મોબાઈલ પર ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો. તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top