Dakshin Gujarat

સમાજશાસ્ત્ર ભણાવવાને બદલે કામસૂત્રના પાઠ જેવી હરકત કરતો વાલોડનો શિક્ષક ઝડપાયો

વ્યારા: વાલોડની એક જાણિતી હાઇસ્કુલમાં ધોરણ ૧૧-૧૨માં સમાજશાસ્ત્ર કે ભુગોળનાં તાસમાં લેતી વેળાએ કે શાળાનાં કેમ્પસમાં સગીર વયની ૧૧ જેટલી છાત્રાઓની જાતિય સતામણી- છેડતી કરતા લંપટ શિક્ષક વિજય ડી.ચૌધરી(રહે.માંડવી, સુરત)ની પોલીસે ધડપકડ કરી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. છાત્રાનાં પિતાએ ફરિયાદ કરતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળનો ગુનો નોંધાયો હતો. પોલીસે લંપટ શિક્ષક્નો મોબાઇલ કબ્જે કર્યો છે. જેની તપાસ કરતા અશ્લિલ સાહિત્ય સર્ચ કર્યાનું બહાર આવ્યુ છે. હાલ મોબાઇલ એફએસએલ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. સાહેદોનાં નિવેદનો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    લંપટ શિક્ષકની હેરાનગતિ વધતા વિદ્યાર્થીનીઓએ સમાજશાસ્ત્રનો વિષય બદલી કોમ્પ્યુટર લઈ અભ્યાસ શરૂ કર્યો હતો.વિકૃત માનસિકતા ધરાવતો શિક્ષક વર્ગમાં લેશન ચેક કરવા, નોટબુકના પેજ ફેરવવાનું કહી હાથને સ્પર્શ કરતો, જાણી જોઈને કોઇપણ વસ્તુ પેન, ડસ્ટર વિગેરે નીચે ફેંકી વિદ્યાર્થીનીઓને તેને ઉંચકવાનું કહી ગંદી નજરે જોતો હતો. શાળાનાં પગથીયા ઉપર વિદ્યાર્થીનીઓનાં શરીરને સ્પર્શ કરતો હતો. વિદ્યાર્થીનીઓએ પોતાનાં ઘરે આ શિક્ષકની લંપટલીલા વર્ણવતા વાલીઓમાં આક્રોષ ભભુકી ઉઠ્યો હતો. શાળાનાં પટાંગણમાં રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ મેથીપાક પણ ચખાડ્યો હતો.

Most Popular

To Top