જીવનચરિત્ર લખવાનો એક પેટા વિભાગ છે- એક જ ક્ષેત્રમાં રહેલાં લોકો પોતાના ક્ષેત્રના લોકો વિશે લખે. રોય હે રોડ જોહન મેનાર્ડ કીન્સનું લખેલું જીવનચરિત્ર, એશ્લી મેલેટે કલેર ગિન્ટેનું લખેલું જીવનચરિત્ર, રિચાર્ડ ઇવાન્સે એરિક હોબ સોમનું જીવનચરિત્ર અને પોલ થેરોએ વી.એસ. નૈપોલના લખેલાં સંસ્મરણો વગેરે અનેક દૃષ્ટાંત મળશે. આ પુસ્તકો વિષયવસ્તુ, શૈલી અને સાહિત્યિક ગુણવત્તામાં અલગ પડે છે છતાં દરેક કિસ્સામાં જીવનચરિત્રનું આલેખન કરનાર પોતાના પાત્ર કરતાં ઉંમરમાં નાના છે. પોતાના પાત્રને અંગત રીતે ઓળખે છે અને દરેક જીવનચરિત્ર આલેખક પોતાના પાત્રની જેમ કાબેલ છે.
હેરોડ મોટે ભાગે ઓકસફર્ડમાં પ્રવૃત્ત વિખ્યાત અર્થશાસ્ત્રી હતા જયારે કેન્સ કેમ્બ્રિજના પ્રભાવશાળી અર્થશાસ્ત્રી હતા. મેસેટ ઓસ્ટ્રેલિયાના વિખ્યાત ઓફસ્પિન બોલર, જયારે ગ્રીમેટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ રિસ્ટ સ્પિનર છે. ઇવાનસ્ એક પ્રખર ઇતિહાસકાર છે અને વીસમી સદીના જર્મની વિશે ઘણાં પુસ્તકો લખ્યાં છે જયારે હોબ સેમ વિશ્વના અનેક દેશોના ઇતિહાસ લખી ઐતિહાસિક વિદ્વત્તાના ક્ષેત્રમાં તરખાટ મચાવી દીધો છે. થેરો એક પ્રખર નવલકથાકાર અને પ્રખર પ્રવાસલેખક છે જયારે નૈપોલ સાહિત્યમાં નોબેલ ઇનામ પ્રાપ્ત કર્યું છે.
આ દરેક જીવનકથા અને સંસ્મરણ લેખકે પોતાના પાત્રની પ્રતિભાને પુસ્તકના માધ્યમથી સારી રીતે આવરી લીધી છે. આવા આલેખન કરનારાઓની યાદીમાં આર.કે. લક્ષ્મણને કેન્દ્રમાં રાખી ઇ.પી. ઉન્નીએ પ્રવેશ કર્યો છે તેનો મને આનંદ છે. 1954માં જન્મેલા ઉન્ની લક્ષ્મણ કરતાં 23 વર્ષ નાના છે અને તેમણે કાર્ટૂનનાં ક્ષેત્રમાં પોતાનું નામ કાઢયું છે. બંને મળ્યા હશે કે નહીં તે ખબર નથી પણ ઉન્નીએ પોતાની કળાના વરિષ્ઠ કલાકારને યોગ્ય રીતે અંજલિ આપી છે.
મૈસુરનિવાસી લક્ષ્મણે પોતાના શિક્ષક પિતાનો સ્કેચ પોતાના ઘરની ફરશ પર પહેલવહેલો બનાવ્યો હતો. તેને મુંબઇની જે.જે. સ્કૂલ ઓફ વર્ગમાં ભણવું હતું પણ પ્રવેશ મળ્યો ન હતો. તેણે મૈસુરીમાંથી બી.એ. કર્યું અને શહેરના સીમાચિહ્નરૂપ સ્થળોનું આલેખન કરી પોતાના ઘરે આવતા અખબારો અને સામયિકોમાં છપાવ્યાં હતાં અને ન્યૂઝીલેન્ડવાસી ડેવિડ લો એમના વખાણ કર્યા હતા. ડેવિડ લોના કાર્ટૂન લંડનના ઇવનિંગ સ્ટાંડર્ડમાન છપાતા અને મદ્રાસનું ‘હિંદુ’ અખબારમાં છપાતા હતા. દાયકાઓ પછી જે.જે. સ્કૂલના અતિથિવિશેષપદેથી લક્ષ્મણે કહ્યું હતું કે મને આ સ્કૂલમાં પ્રવેશ મળ્યો હોત તો હું કોઇ જાહેરાત સંસ્થામાં આર્ટ ડાયરેકટર તરીકે સારા પગારે નોકરી કરતો હોત. જે થયું તે સારું થયું. લક્ષ્મણની પહેલી નોકરી 1947માં ફ્રી પ્રેસ જર્નલમાં હતી અને પછી તેણે આખી જિંદગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કાઢી. ઉન્ની લિખિત લક્ષ્મણના જીવનચરિત્રમાં બીજું મોટું પાત્ર હોય તો તે કોમન મેન છે.
ઉન્ની લક્ષ્મણ અને એવા જ બીજા પ્રખર કાર્ટૂનિસ્ટ કે. શંકર પિલ્લાઇની વાત કરી જણાવે છે કે આ બંને વિરાટ વ્યકિતઓએ કાર્ટૂન કલા પર સારો પ્રભાવ પાડયો. ઉન્નીનું વર્ણન કહે છે કે લક્ષ્મણ રાજકીય કટાક્ષ ધારદાર રીતે કરવાને ટેવાયેલા હતા જયારે સંસ્થાનવાદી રાષ્ટ્રવાદી શંકર માનતા કે આઝાદી પછી કોંગ્રેસે આઝાદીની લડતના આદર્શોનું ઝાઝું અનુસરણ કરવું પડે. લક્ષ્મણ રાજકારણી બનવા સાથે નિષ્પક્ષ રહેતા.
લક્ષ્મણને કોઇ અનુયાયી ન હતા અને તેના કોઇ સમકાલીન તેના જેટલું સરસ કાર્ટૂન દોરી જ નહીં શકતા કે તેમના જેવું હાસ્ય જન્માવી શકતા ન હતા. તેમની કલાની નકલ થઇ શકતી ન હતી. લક્ષ્મણે એકાદ ડઝન વડા પ્રધાન જોયા છે અને તેમની ઠેકડી ઉડાડવાનો અવરનવર મોકો મળ્યો હતો. તેમણે અડવાણી જેવા સૌમ્ય રાજકારણીઓને પણ છોડયા નથી. મૃદુભાષી અડવાણી તેજાબી બની ગયા પણ લક્ષ્મણની પીંછીમાં તો ગયા જ.
લક્ષ્મણનાં કાર્ટૂનોનો સર્વગ્રાહી સંગ્રહ થવો જોઇએ પણ તેમણે એકલા ઇંદિરા ગાંધીનાં કાર્ટૂનો બનાવ્યાં છે તેનો સંગ્રહ થાય તો અદ્ભુત જીવનચરિત્ર બને. તેમણે અનેક કાર્ટૂનો અવિસ્મરણીય બનાવ્યા છે તેમાં ન્યાયની દેવી સામે તલવાર ઉગામી ઊભા રહેલાં ઇંદિરા ગાંધીનું કાર્ટૂન અજોડ છે. ઉન્ની લખે છે કે લક્ષ્મણ અને મુંબઇ એકમેકના પૂરક બની ગયા. લક્ષ્મણે મુંબઇગરાઓને સમજાવ્યું કે અરાજકતા બધા માટે હવે સામાન્ય થઇ ગઇ છે અને મોટા ભાગની અરાજકતાના મૂળ દિલ્હીમાં દૂર બેઠેલા શાસકોને આભારી છે.
દરિયાકિનારાના અને કાર્ટૂનિસ્ટો વચ્ચે શું સંબંધ છે? ભારતના વર્તમાન સમયના ઘણા પ્રભાવશાળી કાર્ટૂનિસ્ટો કેરળમાંથી આવ્યા છે. શંકર, અબુ અબ્રાહમ, ઓ.વી. વિજયન, મંજુલા પદ્મનાભન અને ખુદ ઉન્ની મારિયો મિરાન્ડા ગોવામાંથી સતીશ આચાર્ય કર્ણાટકના દરિયાકિનારાના પટ્ટામાંથી. લક્ષ્મણનું વતન શહેર મૈસુર અંતરિયાળ છે પણ લક્ષ્મણ દરિયાકિનારાના શહેર મુંબઇમાં આવીને ખીલ્યા. તેમના આદર્શ ડેવિડ લો ન્યૂઝીલેન્ડના દરિયા પાસેથી લંડન ગયા. જયારે મૈસુરવાસી પ્રતિભા મુંબઇની થઇ ગઇ તેમની જન્મભૂમિ કે વતન દુનિયામાં ડોકિયું કરવાની તક નહીં આપી શકયા હોત. દરિયાકિનારાએ તેમની દૃષ્ટિને દુનિયા ખેડવાનું પ્રોત્સાહન આપ્યું હતું. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીવનચરિત્ર લખવાનો એક પેટા વિભાગ છે- એક જ ક્ષેત્રમાં રહેલાં લોકો પોતાના ક્ષેત્રના લોકો વિશે લખે. રોય હે રોડ જોહન મેનાર્ડ કીન્સનું લખેલું જીવનચરિત્ર, એશ્લી મેલેટે કલેર ગિન્ટેનું લખેલું જીવનચરિત્ર, રિચાર્ડ ઇવાન્સે એરિક હોબ સોમનું જીવનચરિત્ર અને પોલ થેરોએ વી.એસ. નૈપોલના લખેલાં સંસ્મરણો વગેરે અનેક દૃષ્ટાંત મળશે. આ પુસ્તકો વિષયવસ્તુ, શૈલી અને સાહિત્યિક ગુણવત્તામાં અલગ પડે છે છતાં દરેક કિસ્સામાં જીવનચરિત્રનું આલેખન કરનાર પોતાના પાત્ર કરતાં ઉંમરમાં નાના છે. પોતાના પાત્રને અંગત રીતે ઓળખે છે અને દરેક જીવનચરિત્ર આલેખક પોતાના પાત્રની જેમ કાબેલ છે.
હેરોડ મોટે ભાગે ઓકસફર્ડમાં પ્રવૃત્ત વિખ્યાત અર્થશાસ્ત્રી હતા જયારે કેન્સ કેમ્બ્રિજના પ્રભાવશાળી અર્થશાસ્ત્રી હતા. મેસેટ ઓસ્ટ્રેલિયાના વિખ્યાત ઓફસ્પિન બોલર, જયારે ગ્રીમેટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ રિસ્ટ સ્પિનર છે. ઇવાનસ્ એક પ્રખર ઇતિહાસકાર છે અને વીસમી સદીના જર્મની વિશે ઘણાં પુસ્તકો લખ્યાં છે જયારે હોબ સેમ વિશ્વના અનેક દેશોના ઇતિહાસ લખી ઐતિહાસિક વિદ્વત્તાના ક્ષેત્રમાં તરખાટ મચાવી દીધો છે. થેરો એક પ્રખર નવલકથાકાર અને પ્રખર પ્રવાસલેખક છે જયારે નૈપોલ સાહિત્યમાં નોબેલ ઇનામ પ્રાપ્ત કર્યું છે.
આ દરેક જીવનકથા અને સંસ્મરણ લેખકે પોતાના પાત્રની પ્રતિભાને પુસ્તકના માધ્યમથી સારી રીતે આવરી લીધી છે.
આવા આલેખન કરનારાઓની યાદીમાં આર.કે. લક્ષ્મણને કેન્દ્રમાં રાખી ઇ.પી. ઉન્નીએ પ્રવેશ કર્યો છે તેનો મને આનંદ છે. 1954માં જન્મેલા ઉન્ની લક્ષ્મણ કરતાં 23 વર્ષ નાના છે અને તેમણે કાર્ટૂનનાં ક્ષેત્રમાં પોતાનું નામ કાઢયું છે. બંને મળ્યા હશે કે નહીં તે ખબર નથી પણ ઉન્નીએ પોતાની કળાના વરિષ્ઠ કલાકારને યોગ્ય રીતે અંજલિ આપી છે.
મૈસુરનિવાસી લક્ષ્મણે પોતાના શિક્ષક પિતાનો સ્કેચ પોતાના ઘરની ફરશ પર પહેલવહેલો બનાવ્યો હતો. તેને મુંબઇની જે.જે. સ્કૂલ ઓફ વર્ગમાં ભણવું હતું પણ પ્રવેશ મળ્યો ન હતો. તેણે મૈસુરીમાંથી બી.એ. કર્યું અને શહેરના સીમાચિહ્નરૂપ સ્થળોનું આલેખન કરી પોતાના ઘરે આવતા અખબારો અને સામયિકોમાં છપાવ્યાં હતાં અને ન્યૂઝીલેન્ડવાસી ડેવિડ લો એમના વખાણ કર્યા હતા. ડેવિડ લોના કાર્ટૂન લંડનના ઇવનિંગ સ્ટાંડર્ડમાન છપાતા અને મદ્રાસનું ‘હિંદુ’ અખબારમાં છપાતા હતા.
દાયકાઓ પછી જે.જે. સ્કૂલના અતિથિવિશેષપદેથી લક્ષ્મણે કહ્યું હતું કે મને આ સ્કૂલમાં પ્રવેશ મળ્યો હોત તો હું કોઇ જાહેરાત સંસ્થામાં આર્ટ ડાયરેકટર તરીકે સારા પગારે નોકરી કરતો હોત. જે થયું તે સારું થયું. લક્ષ્મણની પહેલી નોકરી 1947માં ફ્રી પ્રેસ જર્નલમાં હતી અને પછી તેણે આખી જિંદગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કાઢી. ઉન્ની લિખિત લક્ષ્મણના જીવનચરિત્રમાં બીજું મોટું પાત્ર હોય તો તે કોમન મેન છે.
ઉન્ની લક્ષ્મણ અને એવા જ બીજા પ્રખર કાર્ટૂનિસ્ટ કે. શંકર પિલ્લાઇની વાત કરી જણાવે છે કે આ બંને વિરાટ વ્યકિતઓએ કાર્ટૂન કલા પર સારો પ્રભાવ પાડયો. ઉન્નીનું વર્ણન કહે છે કે લક્ષ્મણ રાજકીય કટાક્ષ ધારદાર રીતે કરવાને ટેવાયેલા હતા જયારે સંસ્થાનવાદી રાષ્ટ્રવાદી શંકર માનતા કે આઝાદી પછી કોંગ્રેસે આઝાદીની લડતના આદર્શોનું ઝાઝું અનુસરણ કરવું પડે. લક્ષ્મણ રાજકારણી બનવા સાથે નિષ્પક્ષ રહેતા.
લક્ષ્મણને કોઇ અનુયાયી ન હતા અને તેના કોઇ સમકાલીન તેના જેટલું સરસ કાર્ટૂન દોરી જ નહીં શકતા કે તેમના જેવું હાસ્ય જન્માવી શકતા ન હતા. તેમની કલાની નકલ થઇ શકતી ન હતી. લક્ષ્મણે એકાદ ડઝન વડા પ્રધાન જોયા છે અને તેમની ઠેકડી ઉડાડવાનો અવરનવર મોકો મળ્યો હતો. તેમણે અડવાણી જેવા સૌમ્ય રાજકારણીઓને પણ છોડયા નથી. મૃદુભાષી અડવાણી તેજાબી બની ગયા પણ લક્ષ્મણની પીંછીમાં તો ગયા જ.
લક્ષ્મણનાં કાર્ટૂનોનો સર્વગ્રાહી સંગ્રહ થવો જોઇએ પણ તેમણે એકલા ઇંદિરા ગાંધીનાં કાર્ટૂનો બનાવ્યાં છે તેનો સંગ્રહ થાય તો અદ્ભુત જીવનચરિત્ર બને. તેમણે અનેક કાર્ટૂનો અવિસ્મરણીય બનાવ્યા છે તેમાં ન્યાયની દેવી સામે તલવાર ઉગામી ઊભા રહેલાં ઇંદિરા ગાંધીનું કાર્ટૂન અજોડ છે. ઉન્ની લખે છે કે લક્ષ્મણ અને મુંબઇ એકમેકના પૂરક બની ગયા. લક્ષ્મણે મુંબઇગરાઓને સમજાવ્યું કે અરાજકતા બધા માટે હવે સામાન્ય થઇ ગઇ છે અને મોટા ભાગની અરાજકતાના મૂળ દિલ્હીમાં દૂર બેઠેલા શાસકોને આભારી છે.
દરિયાકિનારાના અને કાર્ટૂનિસ્ટો વચ્ચે શું સંબંધ છે? ભારતના વર્તમાન સમયના ઘણા પ્રભાવશાળી કાર્ટૂનિસ્ટો કેરળમાંથી આવ્યા છે. શંકર, અબુ અબ્રાહમ, ઓ.વી. વિજયન, મંજુલા પદ્મનાભન અને ખુદ ઉન્ની મારિયો મિરાન્ડા ગોવામાંથી સતીશ આચાર્ય કર્ણાટકના દરિયાકિનારાના પટ્ટામાંથી. લક્ષ્મણનું વતન શહેર મૈસુર અંતરિયાળ છે પણ લક્ષ્મણ દરિયાકિનારાના શહેર મુંબઇમાં આવીને ખીલ્યા. તેમના આદર્શ ડેવિડ લો ન્યૂઝીલેન્ડના દરિયા પાસેથી લંડન ગયા. જયારે મૈસુરવાસી પ્રતિભા મુંબઇની થઇ ગઇ તેમની જન્મભૂમિ કે વતન દુનિયામાં ડોકિયું કરવાની તક નહીં આપી શકયા હોત. દરિયાકિનારાએ તેમની દૃષ્ટિને દુનિયા ખેડવાનું પ્રોત્સાહન આપ્યું હતું.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.