Vadodara

વડોદરામાં ગાય અને શ્વાન માટે અનોખી રોટી બેંક શરૂ કરાઇ

વડોદરા: કોરોના કાળમાં એક બીજાને મદદ માટે અનેક સ્વયંસેવી સંસ્થાઓ તેમજ  સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવીને મદદરૂપ થઇ રહી છે.  ત્યારે  ગાય તેમજ કુતરાઓ જેવા પાલતુ પ્રાણીઓ માટે વડોદરાનાં સેવાભાવી યુવાનોથી  રચાયેલ બરોડા યુથ ફેડરેશ યુવાનો દ્વારા અનોખી રોટી બેન્ક શરૂ કરવામાં આવી છે. જેમાં ગાયની સેવા કરવા માંગતા શહેરીજનો પાસેથી રોટી ઉઘરાવીને રસ્તા પર રખડતી અને ખાવાનું શોધતી ગાયો અને કૂતરાઓને  આપવામાં આવશે.

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીકના વિસ્તારમાં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વડોદરા શહેરના યુવાનો દ્વારા રોટી બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રોટી બેન્કમાં ઘર ઘરથી રોટલી ભેગી કરી ગૌ શાળા ખાતે તથા રસ્તે ફરતા શ્વાનને પૌષ્ટિક આહાર મળે તે માટે કરવામાં આવ્યો છે, રસ્તે ફરતી ગાય જે કચરો ખાઈને પોતાનું પેટ ભરતી હોય છે જે ગાય માટે હાનિ કારક હોય છે તેવું વડોદરા શહેરમાં ગાયો કચરાના જગ્યાએ પૌષ્ટિક આહાર મળે તે માટે રોટી બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રોટી બેન્કના પ્રારંભમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, સ્થાનિક કોર્પોરેટર અનોખી શરૂઆતમાં જોડાયા હતા. સંસ્થાના કાર્યકર્તાઓ ઘરે ઘરે ફરીને રોટીઓ એકત્ર કરશે.

સંસ્થાના સ્થાપક રુક્મિલ શાહે જણાવ્યું હતુ કે જે રીતે કોરોના કાળમાં લોકોએ સેવાકીય કાર્યો કર્યા છે અને લોકોને મદદરૂપ થયા છે ત્યારે શહેરની રઝળતી ગાયો અને કૂતરાઓને 365 દિવસ ખાવાનું મળી રહે તે માટે રોટી બેન્કની શરૂઆત કરવામાં આવેલ છે. સપ્તાહમાં બે દિવસ ગુરુવારે અને શનિવારે રોટલીઓ  એકથી કરવામાં આવશે.  દુર રહેતાં દાતાઓ પાસેથી અનુદાન મેળવીને  બહેનો પાસેથી રોટલીઓ બનાવીને વડાવવામાં આવશે.  આ રીતે મહિલાઓને રોજગારી પણ પુરી પાડવામાં આવશે.

Most Popular

To Top